<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

પરીક્ષાની મૌસમ ખીલશેઃ તા.ર૭ થી ધો.૧૦-૧રની બોર્ડની પરીક્ષાનો પ્રારંભઃ સૌરાષ્‍ટ્રમાં ૩ લાખ પરીક્ષાર્થીઓ

ધો૧૦-૧ર પરીક્ષા ન્‍યાયીક માહોલ યોજવા શિક્ષણબોર્ડ દ્વારા ખાસ એકશન પ્‍લાન રાજય અને જીલ્લાકક્ષાની વ્‍યવસ્‍થાઃ પરીક્ષા કેન્‍દ્ર અને પરીક્ષા સંચાલન માટે અગત્‍યની સુચનાઓ

રાજકોટ તા.૧૭: સમગ્ર ગુજરાતમાં પરીક્ષાની મૌસમ પુર બહારમાં ખીલશે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.ર૭ ફેબ્રુઆરીથી તા.૧૭ માર્ચ દરમીયાન ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનું આયોજન થયું છે. સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષામાં કુલ ૧૪ લાખ ૩૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉત્‍સુક છે.

વિદ્યાર્થીઓની સાથે શિક્ષણબોર્ડ અને સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા હાલ વિવિધ સ્‍તરે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

ગુજરાત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શિક્ષણ બોર્ડ  લેવાનારી આગામી મુખ્‍ય પરીક્ષા, ર૦રપની માધ્‍યમીક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (એસએસસી) અને ઉચ્‍ચતર માધ્‍યમીક પ્રમાણપત્ર પરીક્ષા (એચએસસી)ના સુચારૂ સંચાલન માટે પ્રતિબધ્‍ધ છે.

આ વર્ષે એસએસસીઇ અને એચએસસીઇની પરીક્ષાઓ તા.ર૭/ર/ર૦રપથી પ્રારંભ થનાર છે. પરીક્ષામાં કુલ ૧૪.૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે. ત્‍યારે પ્રત્‍યેક વિદ્યાર્થી ગેરરીતી મુકત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ સર્વે સાથે મળીને પરીક્ષા સંચાલનનું કાર્ય સુવ્‍યવસ્‍થિત રૂપે પાર પાડી શકે તે માટે એકશન પ્‍લાન મુખ્‍ય પરીક્ષા ર૦રપ તૈયાર કરેલ છે. પ્રવર્તમાન સમયમાં શિક્ષણના વ્‍યાપમાં વધારો થતાં માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક કક્ષાએ નિયમીતરૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો થઇ રહયો છે. જેઓ બોર્ડની પરીક્ષામાં નિયમીત પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે. તદઉપરાંત જેઓ શાળામાં નિયમીતરૂપે અભ્‍યાસ કરી શકયા નથી તેવા વિદ્યાર્થીઓ પણ આ જાહેર પરીક્ષામાં ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે.

આગામી મુખ્‍ય પરીક્ષા ર૦રપની પરીક્ષાના સુચારૂ સંચાલન માટે સમગ્ર રાજયમાં એસએસસીઇ માટે કુલ ૮૭ ઝોન અને એચએસસીઇ માટે કુલ પ૯ ઝોનની રચના કરવામાં આવેલ છે. જયારે એસએસસીઇ માટે કુલ ૯૮૯ કેન્‍દ્રો અને એચએસસીઇ માટે કુલ ૬૭ર કેન્‍દ્રો જેમાંથી સામાન્‍ય પ્રવાહના પર૦ કેન્‍દ્રો અને વિજ્ઞાન પ્રવાહના ૧પર કેન્‍દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.

આગામી મુખ્‍ય પરીક્ષા ર૦રપ માં એસએસસીઇ માટે નોંધાયેલા પરીક્ષાર્થીઓ ૮,૯ર,૮૮ર છે તે પૈકી ૭,૬ર,૪૯પ નિયમીત પરીક્ષાર્થી ૧પ,પ૪૮ ખાનગી પરીક્ષાર્થી, ૮ર,૧૩ર રીપીટર પરીક્ષાર્થી, ૪ર૯૩ ખાનગી રીપીટર પરીક્ષાર્થી અને ર૮,૪૧૪ પૃથ્‍થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થીઓ છે. ઉકત પરીક્ષાર્થી પૈકી ૪,ર૮પ પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

એચએસસીઇ સામાન્‍ય પ્રવા માટે નોંધાયેલા કુલ પરીક્ષાથીઓ ૪,ર૩,૯૦૯ છે તે પૈકી ૩,૬૪,૮પ૯ નિયમિત પરીક્ષાથીઓ, ર૪,૦૬૧ ખાનગી પરીક્ષાર્થી રર,૬પર રિપીટર, ૮,૩૦૬ ખાનગી રિપીટર અને ૪,૦૩૧ પૃથ્‍થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થી નોંધાયેલ છે. ઉકત પરીક્ષાર્થીઓ પૈકી ૧,૮રર પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

એચએસસીઇ વિજ્ઞાન પ્રવાહ  માટે નોંધાયેલ કુલ પરીક્ષાર્થીઓ ૧,૧૧,૩૮૪ છે તે પૈકી ૧,૦૦૮૧૩ નિયમિત પરીક્ષાર્થી, ૧૦,૪૭૬ રિપીટ પરીક્ષાર્થી અને ૯પ પૃથ્‍થક (આઇસોલેટેડ )પરીક્ષાર્થી છે. ઉકત પરીક્ષાર્થી પૈકી ૧૪૪ પરીક્ષાર્થીઓ દિવ્‍યાંગ તરીકે નોંધાયેલ છે.

ધોરણ ૧૦ અને ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. ર૭-૦ર-ર૦રપ થી તા. ૧૦-૦૩-ર૦રપ સુધી અને ધોરણ ૧ર સામાન્‍ય પ્રવાહની પરીક્ષા તા. ર૭-૦ર-ર૦રપ થી તા. ૧૭-૦૩-ર૦રપ સુધી ચાલશે.

એકશન પ્‍લાન

પરીક્ષાના સમગ્ર વ્‍યવસ્‍થાતંત્રમાં સંકળાયેલ અધિકારી, કર્મચારીઓ, વાલીઓ તેમજ આમ જનતા આગામી પરીક્ષાની સંપુર્ણ વ્‍યવસ્‍થાને સુચારૂ સંચાલનમાં આવશ્‍યક સહયોગ પ્રદાન કરી શકે. પરીક્ષાતંત્રમાં રોકાયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પરીક્ષૉલક્ષી વિવિધ પાસાઓનું માર્ગદર્શન મળી રહે. જીલ્લા કક્ષાનું વ્‍યવસ્‍થાતંત્ર પોતાનું આગવું આયોજન કરી, પરીક્ષાઓના સફળ સંચાલનનો જીલ્લા કક્ષાનો એકશન પ્‍લાન તૈયાર કરી શકે.  તમામ કેન્‍દ્રો પર ગેરરીતી રહીત, શાંતીપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરી શકે. વિદ્યાર્થીઓની મુશ્‍કેલીમાં તાત્‍કાલીક નિવારણ અર્થે અને તનાવમુકત રીતે પરીક્ષા આપી શકે તે માટે કાઉન્‍સેલીંગ અને હેલ્‍પલાઇન અંગેનું જીલ્લા તથા રાજયકક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર સુનીヘીત કરવું.

રાજય સ્‍તરની વ્‍યવસ્‍થાઃ

ગુજરાત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક  શિક્ષણ બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે રાજયકક્ષાનો ર૪ કલાક ચાલતો સ્‍ટેટ કંટ્રોલરૂમ પરીક્ષા શરૂ થવાના બે દિવસ પહેલા કાર્યરત થશે. જે રાજયના તમામ જીલ્લાઓ સાથે સીધો સંપર્ક અને સંકલન કરશે. વિદ્યાર્થી/વાલીઓને જરૂરી માર્ગદર્શન માટે બોર્ડના હેલ્‍પલાઇન નંબર, તેમજ માનસીક તનાવ અનુભવતા વિદ્યાર્થી/ વાલીઓ માટે જીવન આસ્‍થા હેલ્‍પલાઇન નંબર ઉપલબ્‍ધ રહેશે.

જીલ્લા કક્ષાની વ્‍યવસ્‍થાઃ

જીલ્લા શિક્ષણાધીકારીશ્રીઓની કચેરીમાં જીલ્લા કંટ્રોલ રૂમ પરીક્ષા શરૂ થવાના એક દિવસ અગાઉ શરૂ થશે. જે સવારે ૭ થી રાત્રીના ૮ સુધી કાર્ય કરશે. પરીક્ષાર્થીઓ, વાલીઓ, શાળાઓને મુંઝવતા પ્રશ્નોને સાંભળીને જરૂરી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જે તે ઝોનના ઝોનલ અધિકારી પણ પરીક્ષાર્થીઓને જરૂર પડે માર્ગદર્શનનું કાર્ય કરશે.

સલામતી વ્‍યવસ્‍થાઃ

પરીક્ષા સ્‍થળોની આજુબાજુ જરૂરીયાત મુજબના પ્રતીબંધાત્‍મક ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા - ર૦ર૩ની કલમ ૧૬૩ હેઠળ જરૂરી હુકમો કરાવી તેનો અમલ કરાવશે. પરીક્ષાસ્‍થળોની આજુબાજુની તમામ ઝેરોક્ષની દુકાનો બંધ કરાવશે. પરીક્ષા વ્‍યવસ્‍થામાં વપરાતા તમામ વાહનો પર ON EXAM DUTY લખવામાં આવે તો આરટીઓ કે પોલીસ ખાતુ બીનજરૂરી રીતે રોકે નહીં તેની ખાતરી કરવી જોઇએ. પરીક્ષાસ્‍થળે પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ હોય તેવા તમામ કર્મચારી હોય તેવા તમામ કર્મચારી/અધિકારીને ઓળખપત્રો આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ શાંત સ્‍વસ્‍થ ચિતે, આત્‍મવિશ્વાસપુર્વક નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ સર્જવામાં સૌનો સહકાર જરૂરી છે. તેવા નિવેદનો કરવા, કરાવવા, આ માટે માર્ગદર્શન કેન્‍દ્રો ખોલવા પણ વિચારી શકાય.

(11:26 AM IST)