તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
વિચારણા..વિચારણા અને વિચારણા !! કવાયત તુરંત પૂર્ણ કે જૂન માસ દેખાડી દેશે!? ખાનગીમાં ભારે ચર્ચા !
ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત મહત્વના સ્થાનો ખાલી, ટુંક સમયમાં બીજી અગત્યની જગ્યાઓ ખાલી થવાની છે ત્યારે આઇએએસ લેવલ જેમ ઝડપી નિર્ણય થશે કે કેમ? આઇપીએસ વર્તુળોમાં હોટ ટોપિક : જૂનાગઢ એસપીનું સ્થાન હવે ખૂબ અગત્યનું બનતું જાય છે, આઇબી વડા, સીઆઈડી વડા માફક અમદાવાદઃ રેન્જ, મુખ્ય જેલ વડા જેવા સ્થાન અગત્યના છે તેવા સમયે ગાંધીનગર શું વિચારે છે? તે કોર ગ્રૂપ પણ તાગ મેળવી શકતું નથી

રાજકોટ, તા. ૧૯: ગુજરાતમા ચીફ સેક્રેટરી બદલાયા પછી આઇએએસ લેવલે ધરખમ ફેરફારો થયા, નાના મોટા ફેરફાર ઓર્ડર સતત ચાલુ હોય છે. બીજી તરફ આઇપીએસ લેવલ કે રાજ્ય પોલીસ તંત્રમાં ખૂબ મહત્વના સ્થાનો મહિનાઓ સુધી ખાલી રહે છે!! આનો મતલબ હજુ સુધી સમજાતો નથી. ભ્રષ્ટાચાર નાબૂદી ઓપરેશન ગંગાજળ સરકારે ચલાવ્યું ત્યારે કોઈ સમજુ માણસે ધ્યાન દોર્યું કે આપણા રાજ્યમાં ઘણા સમયથી એસીબી વડાની જગ્યા ચાર્જમાં છે, આ બાબત વધુ ફેલાશે તો અલગ અર્થ નીકળશે. આ સંદર્ભે એસીબી વડાનું સ્થાન વિશ્વાસુ આઇપીએસ અધિકારી માટે ડાઉન ગ્રેડ કરી ભરી લેવાયું. પણ આ સમસ્યાનો અંત નથી.
રાજ્યના મુખ્ય પોલિસવડા વિકાસ સહાય ૪ માસ પછી નિવળત્ત થવાના છે, ત્યારે તેમને એક્ષ્ટેંશન મળશે કે પછી કોઇને અન્યાય ન થાય તે માટે તેમને નિવળત્ત કરી તેમના સ્થાને અન્યો હકદારને નીમાશે? આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. એક વાત એવી છે કે આ સ્થાન માટે દિલ્હી દ્વારા દોઢ વર્ષ પહેલાં વિચારણા થયેલ .જોકે રાજકારણમાં કોઈ નિર્ણય કાયમ રહેતા નથી.
મહત્વના સ્થાનની વાત કરીએ તો અમદાવાદ રેન્જ આઇજી જે .આર. મોથલિયા આવતા માસે નિવળત્ત થાય છે. આ અગત્યના સ્થાન માટે કોઈ અનુભવી અને વિશ્વાસુ મુકાશે. અમીતભાઈનો થોડો મત વિસ્તાર આ એરિયામાં હોવાથી કોઈ અનુભવી જ પસંદગી પામશે તેમ ચર્ચાઈ છે.
લોકપ્રિય આઇપીએસ અધિકારી હર્ષદ મહેતા જુનાંગઢ એસપી જેવા સારા સ્થાન પર હતા, કારકિર્દી પણ ખૂબ સારી હતી એવા સમયે રાજીનામું આપ્યું છે. આ સ્થાન ઘણી રીતે હવે મહત્વનું બન્યું છે. આ માટે પણ સરકારની કસોટી છે. હાઈ પ્રોફાઈલ આઇપીએસ અને મહત્વના ઓપરેશન પાર પાડનાર એક સમયર અમિતભાઈનાં ખૂબ વિશ્વાસુ અભયસિહ ચુડાસમાં પણ સ્વેછીક નિવળત્તિ લેતા આ સ્થાન ખાલી છે સુરત એડી સીપી ટ્રાફિક હિતેન્દ્ર ચોધરી પણ નિવળત્ત થયા કુલ પોણો ડઝન જેટલા સ્થાન ખાલી છે. આઇબી વડા કે સીઆઈડી ક્રાઇમ વડા બાબતે હજુ વિચારણા છે. સૌરાષ્ટ્માં પણ અનુભવી રેન્જ વડાઓ બદલાય તેમ છે. વડોદરા રેન્જ જેવા અનુભવી બદલાય તો આવી સ્થિતિમાં હવે ખૂબ ખૂબ સમજી સમજી posting કરવા કવાયત ચાલી રહી છે, આ કવાયતનો અંત બજેટ શેસન પૂર્ણ થતાં સુધીમાં અંત આવશે કે પછી જૂન સુધી ખર્ચી કઢાશે, કોઈ આઇપીએસ પાસે આનો સ્પષ્ટ જવાબ નથી. અને છેલ્લે ૬ વર્ષથી ગૂજરાત જેલમાં ક્રાંતિકારી પરિવર્તન, આત્મ નિર્ભર રોજગારી યોજના અમલમાં મુકનારા બિન વિવાદી રાજ્યના મુખ્ય જેલ વડા હવે બદલનાર છે, ત્યારે આ સ્થાન માંટે સરકારને શિર દર્દ ન બને તેવા સિનિયર આઇપીએસ શોધવાની કવાયત ચાલે છે.(૬.૩)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
