તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
ખેડાના પલાણા ગામનો તલાટી નરેન્દ્ર વાઘેલા લાંચ લેતા ઝડપાયો
તલાટી નરેન્દ્ર વાઘેલાએ અરજદાર પાસે 5 હજાર રૂપિયા UPI એટલે કે ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા

ખેડાના પલાણા ગામનો તલાટી નરેન્દ્ર વાઘેલા લાંચ લેતા ઝડપાયો છે. પલાણાંના લાચિયા તલાટી નરેન્દ્ર વાઘેલાને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. લાંચિયા તલાટીએ અરજદારના કામ માટે 10 હજારની લાંચ માંગી હતી
તલાટી નરેન્દ્ર વાઘેલાએ અરજદાર પાસે 5 હજાર રૂપિયા UPI એટલે કે ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. નરેન્દ્ર વાઘેલા પલાણા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. લાંચના બાકીના 5 હજાર રૂપિયા લેવા તલાટી પોતે તુલસી ફૂડ કોર્નર ડભાણ રોડે આવ્યો હતો. લાંચના બાકીના પાંચ હજાર સ્વીકાર કરતા રંગે હાથે એસીબીએ ઝડપી લીધો હતો. નડિયાદ એસીબીએ સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
