<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવા અને પેટા આરોગ્ય કેન્દ્ર ઓગણ તથા થોરી મુબારકનું ભૂમિ પૂજન કરાયું

વિરમગામમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા રૂ. 2 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 90 લાખના ખર્ચે 2 પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના વાંસવા ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર - આરોગ્ય પરમ ધનમ્ ના નવિન મકાનનું ભુમિ પૂજન કરવામાં આવ્યુ અને સાથે સાથે પેટા આરોગ્ય કેન્દ્ર ઓગણ તથા થોડી મુબારકના નવીન મકાનનું પણ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂપીયા 2 કરોડના ખર્ચે વાંસવા ખાતે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવશે અને રૂપિયા 90 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર ઓગણ તથા થોરી મુબારક ના નવીન મકાનનું નિર્માણ કરવામાં આવશે. 

  આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ, જગદીશભાઇ વડલાણી, વિષ્ણુભાઇ જાદવ,  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર, આરસીએચઓ, સરપંચ, તાલુકા સદસ્યો, પદાધિકારીઓ, આગેવાનો સહિત રાજકીય હોદ્દેદારો - કાર્યકર્તાઓ, આરોગ્યના અધિકારીઓ કર્મચારીઓ સહિત વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર્યરત તેમજ નવીન મકાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર, ફાર્માશિષ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફનર્સ, મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આરોગ્ય સેવાઓ પુરા પાડવામાં આવે છે. જેમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન-સારવાર, દવાઓ, લેબોરેટરી તપાસ સહિતની આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત 24 કલાક ડિલેવરી સહિતની આવશ્યક સેવાઓ પણ આપવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવા ખાતે એમ્બ્યુલન્સની સુવીધા પણ ઉપલબ્ધ છે.
       વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, નળકાંઠા વિસ્તારમાં આરોગ્ય સેવા વધુ મજબૂત અને સરળ બને તે દિશામાં ભાજપની સરકાર કામ કરી રહી છે. આરોગ્યની સેવાઓ એ લોકોની પ્રાથમિક જરૂરિયાતનો ભાગ છે. ભાજપ સરકાર લોકોને પોતાના જ વિસ્તારમાં સારામાં સારી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તાર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે

(7:36 PM IST)