તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
તું મારી સાથે કેમ વાત કરતો નથી.. કહી વડોદરાના છાણી વિસ્તારમાં ઘરમાં ઘૂસી હુમલો

વડોદરા, તા.૧૭: નીલમબર પાર્ટી પ્લોટ છાણી વિસ્તારમાં ઘરમાં મારામારી હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર થયા થયા હતા.
ફરીયાદી વિનય ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, હું કચરો નાખવા માટે ગયો હતો. બે અજાણ્યા શખ્સો મને સામેથી બોલાવવા માટે આવ્યા કેમ છે હાથ કરીને બોલાવ્યો પણ મેં એમને બોલાવ્યા નહીં, એટલે અચાનક એ લોકોએ મને મારવા લીધો, માથામાં પથ્થર માર્યો, ત્યાંથી હું ઘરે ભાગીને આવ્યો ત્યારે મારા ઘરે આવીને પણ એ લોકોએ અમને માર્યા, મારા કાકા અને કાકીને પણ થોડી ઈજા થઈ છે. એ લોકોમાંથી હું કોઈને પણ ઓળખતો નથી. મેં જોયેલા છે ખાલી કે એ લોકો ત્યાં સાયકલ ફેરી મારે છે
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
