તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૬૭૩ સહિત દેશમાં કુલ ૩પ૯૬ તબીબી ઉપકરણ ઉદ્યોગો સ્થપાયા
સાંસદ નરહરિ અમીનને કેન્દ્રીય મંત્રીનો જવાબ : એમ. આર. આઇ. મશીન, સીટી સ્કેન, મેમોગ્રાફી મશીન વગેરેનું ઉત્પાદન

રાજકોટ, તા. ૧૭ : શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા ૅતબીબી ઉપકરણોનાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા શું પગલા લેવામાં આવ્યા અને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન દેશભરમાં ઉપકરણોનાં કેટલા નવા ઉદ્યોગો સ્થપાયા તેની વિગત આપવા બાબતેૅ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના અનુસંધાને કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે, સરકારે ઉચ્ચ કક્ષાના તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધાં છે, જેનો હેતુ આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે.
તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાઃ આ યોજનાનો નાણાકીય ખર્ચ રૂા.૩,૪૨૦ કરોડ છે અને નાણાકીય વર્ષ (FY) ૨૦૨૦-૨૦૨૧ થી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ સુધીનો સમયગાળો છે. આ યોજના હેઠળ, પસંદગીની કંપનીઓ પાંચ વર્ષના સમયગાળા માટે (૧) રેડિયોથેરાપી, (૨) ઇમેજિંગ ઉપકરણો, (૩) એનેસ્થેસિયા, કાર્ડિયો-રેસ્પિરેટરી અને ક્રિટિકલ કેર, (૪) ઇમ્પ્લાન્ટ્સના ચાર ટારગેટેડ વિભાગો હેઠળ ભારતમાં ઉત્પાદિત તબીબી ઉપકરણોના વધારાના વેચાણના પ ટકા ના દરે નાણાકીય પ્રોત્સાહન માટે પાત્ર થાય છે. અત્યાર સુધીમાં ૧૯ ગ્રીનફિલ્ડ પ્રોજેકટ્સ કાર્યરત થઈ ગયા છે અને ૪૬ ઉત્પાદનો માટે ઉત્પાદન શરૂ થઈ ગયું છે, જેમાં લીનિયર એકિસલરેટર, MRI મશીનો, CT સ્કેન, મેમોગ્રામ, C-આર્મ્સ અને અલ્ટ્રાસાઉન્ડ મશીનો જેવા ઉચ્ચ-સ્તરીય તબીબી ઉપકરણોનો સમાવેશ થાય છે જે આ પહેલા આયાત કરવામાં આવી રહ્યા હતા. આ યોજના હેઠળ અરજદારોએ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં રૂા.૯,૧૧૭,૦૭ કરોડનું કુલ વેચાણ કર્યું છે, જેમાં રૂા.૪,૩૯૮.૩૪ કરોડના નિકાસ વેચાણનો સમાવેશ થાય છે.
તબીબી ઉપકરણ ઉદ્યોગને મજબૂત બનાવવા માટેની યોજના રૂા.૫૦૦ કરોડના નાણાકીય ખર્ચ વાળી આ યોજના તા. ૮.૧૧.૨૦૨૪ ના રોજ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ નીચે દર્શાવ્યા પ્રમાણેનાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પાંચ પેટા યોજનાઓ હેઠળ સહાય પૂરી પાડવાનો છે.
૧. તબીબી ઉપકરણોના સમૂહો માટે સામાન્ય સુવિધાઓ;
૨. આયાત નિર્ભરતા ઘટાડવા માટે સીમાંત રોકાણ યોજના;
૩. તબીબી ઉપકરણો માટે ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ;
૪. તબીબી ઉપકરણ ક્લિનિકલ સ્ટડીઝ સપોર્ટ યોજના; અને
૫. તબીબી ઉપકરણ પ્રમોશન યોજના.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનૅ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઇનપુટ્સ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૩,૫૯૬ તબીબી ઉપકરણ ઉદ્યોગ એકમોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યમાં સ્થપાયેલ ૬૭૩નો સમાવેશ થાય છે. તેમ જવાબમાં મંત્રીએ જણાવ્યાનું સાંસદ નરહરિ અમીત જણાવે છે. (૯.રપ)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
