તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 14th February 2025
નવસારીના ખેરગામ પંથકમાં 13 વર્ષીય માસુમ બાળાને કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી
8 મહિના અગાઉ પીડિતાના માતા પિતા સંબંધીઓના ભરોસે મોટા દીકરા અને દીકરીને મુકી ધાર્મિક યાત્રાએ ગયા હતા.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એક ગામડામાં રહેતા શ્રમિક પરિવારની 13 વર્ષીય બાળાને તેના જ કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી હતી. 8 મહિના અગાઉ પીડિતાના માતા પિતા સંબંધીઓના ભરોસે મોટા દીકરા અને દીકરીને મુકી ધાર્મિક યાત્રાએ ગયા હતા.
ખેરગામ પંથકના એક ગામડાની 13 વર્ષીય ભત્રીજીને તેના જ કૌટુંબિક કાકાએ 8 મહિના અગાઉ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર મચી જવા પામી છે. પીડિતાની માતાની ફરિયાદને આધારે ખેરગામ પોલીસે આરોપી હેવાન કાકાની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
ખેરગામ તાલુકાના એક ગામડામાં રહેતા શ્રમિક પરિવારની 13 વર્ષીય બાળાને તેના જ કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી હતી. 8 મહિના અગાઉ પીડિતાના માતા પિતા સંબંધીઓના ભરોસે મોટા દીકરા અને દીકરીને મુકી ધાર્મિક યાત્રાએ ગયા હતા. લગભગ અઠવાડિયાની આ યાત્રા દરમિયાન 13 વર્ષીય પીડિતા અને તેનો ભાઈ એકલા જ ઘરે હતા. એ સમય દરમિયાન તેમના કૌટુંબિક કાકા 25 વર્ષીય બ્રિજેશ નાયકાએ 8 માં ધોરણમાં ભણતી તેની ભત્રીજીને એકલી જોઈ તેના ઉપર દાનત બગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ
પીડિતાએ કાકાનો બહુ વિરોધ ન કર્યો, બીજી તરફ બ્રિજેશે તેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી ગભરાયેલી પીડિતાએ કોઈને પણ કંઈ કહ્યુ ન હતું. જેનો ફાયદો લઈ નરાધમ રાક્ષસ બ્રિજેશે માસુમ બાળકીને અનેક વાર જબરદસ્તીથી પીંખી હતી. જેને કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
