<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

જગન્નાથની જેમ હવે નગરદેવી પણ નગરયાત્રા પર નિકળશે

અમદાવાદમાં રથયાત્રા જેવી બીજી યાત્રા નીકળશેઃ૬૧૪ વર્ષ પછી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે : ૬.૨૫ કિ.મી.લાંબી યાત્રામાં અનેક જગ્યાઓએ માતાનું સ્વાગત થશે

અમદાવાદ, તા.૧૪

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ૬૧૪ વર્ષ બાદ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળવાના છે. ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે અમદાવાદમાં ભદ્રકાળી માતાની ૬.૨૫ કિલોમીટર લાંબી નગરયાત્રા નીકળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહી શકે છે.

જગન્નાથ પુરી બાદ અમદાવાદની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે અમદાવાદના આંગણે ફરી એકવાર ભવ્ય યાત્રા નીકળવાની છે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે. અગાઉ નગરદેવીની નગરયાત્રા નીકળતી હતી, ત્યારે હવે ૬૧૪ વર્ષ બાદ નગરયાત્રાનું આયોજન કરાયું છે.

૨૬ ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસે ૬.૨૫ કિલોમીટર લાંબી નગરયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહીને રથને પ્રસ્થાન કરાવશે. આ નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી શરૃ થઈ ત્રણ દરવાજી, ગુરુ માણેકના આદિસ્થાન માણેકચોક, ઓફિસ, ખમાસા, વગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચરો. રૃટ ઉપર થોડા થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. નિજમંદિરમાં યાત્રા બાદ હવનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

(10:01 PM IST)