<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

આગામી 7 દિવસ સુધી રાજયમાં વાતાવરણ શુષ્ક રહેશે : ગરમી અને ઠંડીના કારણે બેવડી ઋતુનો અનુભવ થશે.

અમદાવાદ : રાજયમાં થોડા દિવસોથી હવામાનમાં મોટા પ્રમાણમાં ફેરફાર થઇ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હવામાનને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હવે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. જેમાં થોડા દિવસોમાં ગરમી વધશે. ત્યારે ગરમી અને ઠંડીના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે.

(9:37 PM IST)