<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4401 રૂપિયા બોલાયો : જાણો અન્ય 20 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 629.80 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 629.80 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4401 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3300 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ધાનેરામાં 4101 રૂ., રાધનપુરમાં 4100 રૂ., હળવદમાં 4051 રૂ., ગોંડલમાં 4041 રૂ., મોરબીમાં 4040 રૂ., વાવમાં 4 હજાર રૂ., રાજકોટમાં 3975 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 629.80 ટન આવક થઇ છે.

(8:34 PM IST)