News of Friday, 14th February 2025
વડોદરામાં હિન્દુ નામ ધારણ કરી વિધર્મીએ ડીવોર્સી મહિલાને પ્રેમજાળમાં ફસાવી : ભાંડો ફૂટતા ધર્મ અંગીકાર કરવા દબાણ
વિધર્મીએ બે સંતાનો અને મહિલાને મારી નાંખવાની ધમકી આપી: પીડિત મહિલાએ હિંમત દાખવી ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી

વડોદરા શહેરમાં એક વિધર્મી યુવકે ઓળખ છુપાવીને મહિલાને ફસાવી હતી. આ વિધર્મી યુવકે મહિલાને ફસાવા હિન્દુ નામ ધારણ કર્યું હતું. પોતે મોસીન અયુબખાન પઠાણે મનોજ સોની તરીકે ઓળખાવી અને ડિવોર્સ થયેલી મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા. જોકે ભાંડો ફૂટતા આ મહિલાને અને તેના બાળકોને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે દબાણ કરવામાં આવ્યો જો કે મહિલાએ હિંમત દાખવીને ફરિયાદ કરતા બાપોદ પોલીસે તાંદલજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અયુબખાન પઠાણની ધરપકડ કરી છે.
ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આ પોલીસ સ્ટેશનમાં રહેતા એક મહિલા એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખાણ આપી હતી. જે હકીકતે વ્યક્તિનું નામ મોહસીન ખાન અયુબ પઠાણ છે અને પોતે રેલવેમાં ફીટર મેન તરીકે નોકરી કરે છે. એ વ્યક્તિ આ બેનની જોડે કેટરીનના કામ સંદર્ભે બેનના કોન્ટેકમાં આવ્યો હતો અને પોતાને હિન્દૂ તરીકે ઓળખ આપી હતી. બેનના જ્યારે ડિવોર્સ થયેલા હતા એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા હતા.
વર્ષ 2022થી એ લોકોએ લગ્ન કરીને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા. બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ તો ખરેખર મુસ્લિમ છે અને હિન્દુ નથી. ત્યારે બેને પ્રતિકાર કર્યો. ત્યારે એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાની શરૂ કરી હતી. એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બહેનને અને બાળકોને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે ખુબજ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા હતા. જેથી કંટાળીને બેને હિંમત દાખવીને પોલીસ મથકે આવ્યા હતા અને બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
