તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Thursday, 13th February 2025
શનિવારથી અમદાવાદ - ગાંધીનગર વચ્ચે હવે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની સુવિધા : જાણો સમયપત્રક
હવે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં પડે

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્ટી કમિશનરે આપી દીધી છે. જેના પગલે મેટ્રોના મુસાફરીની સુવિધામાં વધારો થશે. હાલમાં જ શરૂ કરવામાં આવેલી અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાની ટ્રેનની સંખ્યામાં વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, પરિણામે મુસાફરોને ઝડપથી મેટ્રો મળી શકશે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે. ત્યારે હવે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં પડે. GNLU સ્ટેશન અને ગિફ્ટ સિટી ઑફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે કે જે PDEU થઈને જશે. આ સુવિધાનો પ્રારંભ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી નીચેના સમયપત્રક મુજબ ટ્રેન સેવાઓ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ રહેશે.
APMC-મોટેરા કોરિડોર અને ગિફ્ટ સિટી વચ્ચે ટ્રેનનું સમયપત્રક
APMC-મોટેરા કોરિડોર અને સેક્ટર 1 વચ્ચે ટ્રેનનું સમયપત્ર

અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન Ahmedabad Metro લૉન્ચ કરવામાં આવી છે. મુસાફરો હવે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકે છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
