<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1446 રૂપિયા સુધી બોલાયો: જાણો 30 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,416.95 ટન મગફળીની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,416.95 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1446 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1115 રૂ. અને નીચો ભાવ 910 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1385 રૂ., તલોદમાં 1310 રૂ., વિજાપુરમાં 1255 રુ., તળાજામાં 1212 રૂ., હળવદમાં 1175 રૂ., ગોંડલમાં 1131 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,416.95 ટન મગફળીની આવક થઇ છે.

(8:22 PM IST)