<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગરમાં 611 રૂપિયા સુધી બોલાયો: જાણો 21 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 15,867.35 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 15,867.35 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમા 611 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 470 રૂ. અને નીચો ભાવ 145 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 600 રૂ., અમદાવાદમાં 580 રૂ., મહુવામાં 569 રૂ., જામનગરમાં 565 રૂ., ગોંડલમાં 556 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 15,867.35 ટન ડુંગળીની આવક થઇ છે.

(9:55 PM IST)