તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
રાજયમાં કપાસનો ઉંચો ભાવ બાબરામાં 1578 રૂપિયા સુધી બોલાયો: જાણો 50 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 3,644.32 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 3,644.32 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડમા 1578 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1500 રૂ. અને નીચો ભાવ 1311 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1540 રૂ., રાજપીપળામાં 1530 રૂ., ઉનાવામાં 1515 રૂ., વડાલીમાં 1514 રૂ., સિદ્ધપુરમાં 1511 રૂ., ગોંડલમાં 1466 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,644.32 ટન કપાસની આવક થઇ છે.



(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
