<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4181 રૂપિયા બોલાયો : જાણો 19 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 19 માર્કેટિંગ યાર્ડમાં કુલ 718.06 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 19 માર્કેટિંગ યાર્ડમાં કુલ 718.06 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4181 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3450 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4071 રૂ., જસદણમાં 4025 રૂ., રાજકોટમાં 3975 રૂ., બોટાદમાં 3940 રૂ., હળવદમાં 3910 રૂ., જામનગરમાં 3905 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 718.06 ટન આવક થઇ છે.

(7:37 PM IST)