<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

કડકડતી ઠંડીમા ભારતના સર્વ શ્રેષ્ઠ યાત્રા ધામ

શામળાજી,ગોકુલ,મથુરા,વૃંદાવન,અયોઘ્યા છપૈયા વગેરેયાત્રાધામની  પગપાળા યાત્રામાં  જોડાતા SGVP ગુરુકુલના સતો અને હરિભકતો.
અમદાવાદા તા12 આપણા શાસ્ત્રોમાં પદયાત્રાનું ખૂબજ મહત્વ છે તેમાંય પવિત્ર ધનુર્માસ.આવા પવિત્ર માસમાં  યાત્રાનું અનેક ગણું ફળ મળે છે.
SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીતથાપુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી ની પ્રેરણાથી
ગૌશાળામાં સેવાકરતા શાસ્રી માધવચરણદાસજી ,વિશ્વવલ્લભદાસજી સ્વામી અને ઋષિકેશદાસજી સ્વામી સાથે 18 જેટલા હરિભકતોએ 31 દિવસમાં 1200 કિલોમિટરની  યાત્રાના  પ્રસ્થાન પહેલા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ દરેક પદયાત્રીઓને કપાળે ચંદનની અર્ચા કરી હાર પહેરાવી આશિર્વાદ સાથે પ્રસ્થાન કરાવ્યુ હતુ.
પ્રસ્થાનમાં  મેમનગર ગુરુકુલના 400 વિદ્યાર્થોઓ અને છારોડી દર્શનમ્ સસ્કૃત મહાવિદ્યાલયના 200 ઋષિકુમારોએ પણ જનમંગલ સ્તોત્રનો પાઠ કરીપ્રસ્થાન કરાવ્યું હતું.
31 દિવસમાં 1200 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી અયોધ્યાથી છપૈયા 21 પદયાત્રીઓ પહોંચતા,કુંભ મેળામાં દર્શન ગયેલા પૂરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા કનુભગતે પદયાત્રિઓને હાર પહેરાવી સ્વાગાત કર્યું હતુ..        

---કનુભગત

 

(5:06 PM IST)