News of Wednesday, 12th February 2025
હીરામણિ સ્કુલનો ક્રિકેટમાં વિજયઃ નરહરિ અમીનના અભિનંદન

રાજકોટ : અમદાવાદની પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. દુર્ગા હાઉસ્કૂલે પ્રથમ દાવમાં ૫૦.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૧૦૮ રન કર્યા હતાં. જેમાં નિહાલ પેટેલે ૧૬ ઓવરમાં ૨૬ રન આપીને ૫ વિકેટ, શિવાંક મિષાીએ ૧૩ ઓવરમાં ૨૪ રન આપીને ૨ વિકેટ અને નીલ પુરાનીએ ૧૦ ઓવરમાં ૩૧ રન આપીને ૨ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે ૯૪.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૪૧૫ રન કહ્યા હતાં. જેમાં કથન પટેલે ૨૫૦ બોલમાં ૨૦૯ રન, આર્યન કંજવાનીએ ૧૫૦ બોલમાં ૮૦ રન અને યક્ષ પટેલે ૩૩ બોલમાં ૩૫ રન કર્યા હતાં. દુર્ગા હાઈસ્કૂલે બીજા દાવમાં ૬૮.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૧૫૦ રન કર્યા હતાં. જેમાં નિહાલ પટેલે ૧૭ ઓવરમાં ૧૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી અને શિવાંક મિષાીએ ૧૯ ઓવરમાં ૨૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. મેચમાં હીરામણિ સ્કૂલનો દુર્ગા હાઈસ્કૂલ સામે એક ઈનિંગ અને ૧૫૭ રનથી વિજય થયો હતો. આ મેચમાં વિજય થવા બદલ સમગ્ર ટીમ અને કોચને સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો.વરુણ અમીન અને સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠવ્યા હતાં.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
