તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા ૧૫ બાંગ્લાદેશીઓ ડિપોર્ટ
પોલીસ દ્વારા ૫૦ થી વધુ લોકો સામે કાર્યવાહી

અમદાવાદ, તા.૧૨: શહેરમાં ગેરકાયદેસર રહેતા ૫૦થી વધુ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. ૧૫ લોકોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
શહેરના ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.૫૧ બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ૧૫ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે અન્ય લોકોને પરત મોકલવાની કાર્યવાહી ચાલુ છે.
તાજેતરમાં બોગસ પાસપોર્ટ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા. ૩ અલગ અલગ ગુના નોંધીને અમદાવાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
