<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

લસણનોભાવ ગગડયો : વપરાશકારકોને રાહત, વેપારીઓ ચિંતિત

સ્‍વાદમાં તીખા તમતમતા લાગતા મરચાનો ભાવ મોળો : સ્‍થાનિક બજારમાં મરચાનો ભાવ ૪૦ ટકા ઘટયો સંયુક્‍ત પરિવારો વિખેરાતા વર્ષભરનું અનાજ-કઠોળ, ખાદ્યતેલ, મરી-મસાલા ભરવાની સિઝન ઓસરી

વડોદરા,તા.૧૨: આ વર્ષે મરચાનો પાક પુષ્‍કળ થતા ગતવર્ષ કરતા ૪૦ટકા જેટલો ભાવ ઘટાડો થવો છે. શહેરમાં કર્ણાટક, આંધ્રપ્રદેશના ગંતુર, મહારાષ્‍ટ્રના નંદુરબાર, સૌરાષ્‍ટ્ર સહિત વિવિધ વિસ્‍તારમાંથી જાત-જાતના અને ભાત-ભાતના મરચા આવે છે.

શહેરના અનાજ બજારમાં ગત ૧ જર્ષે પટણી મરચા રૂ.૨૫૦થી ૩૦૦ના ભાવે ૧ કિલો (કિલો મળતા હતા. જે આ વર્ષે રૂ.૧૪૦થી અથાણાં માટેના કર્ણાટકના મરચા ગત વર્ષે રૂ.૫૦૦ થી ૫૫૦ના ભાવે મળતા હતા. એ મરચા આ વર્ષે ૧૬૦ થી ૩૦૦ સુધી ક્‍વોલિટી મુજબ વેચાય છે. આંધ્રપ્રદેશના ગંતુરના મરચાનો ભાવ ગત વર્ષે રૂ.૧૬૦ થી ૨૫૦ વચ્‍ચે રમતો હતો. જે આ વર્ષે રૂ. ૧૩૦થી ૧૬૦ સુધી છે. કર્ણાટકનાં કુમઠી મરચા રૂ. ૩૫૦ચી ૫૦૦ના ભાવે વેચાતા હતા. જે હવે રૂ.૧૯૦ થી ૩૦૦ સુધી ઉપલબ્‍ધ છે. મહારાષ્‍ટ્રના નંદુરબારના તીખા મરચા રૂ.૯૦ થી ૧૨૦ના ભાવે મળે છે. જ્‍યારે સૌરાષ્‍ટ્રના સાનિયા અને રેવા મરચા રૂ.૧૦૦ થી ૧૨૦ના ભાવે ૧ કિલો મળે છે.

સંયુક્‍ત પરિવારો વિખેરાતા ઘરાકી પર અસર

સમાજમાં સંયુક્‍ત પરિવારો ઘટતા ળે છે. આખા વર્ષનું અનાજ-કઠોળ ખાદ્યતેલ, મરી-મસાલા ભરવાનો ટ્રેન્‍ડ ખુબજ ઘડ્‍યો છે. જ્‍યારે બીજીબાજુ બહારથી કાતિં મઝાથી ખાવાનો કેઝ વડી છે. મુશ્‍કેલ સમયમાં મની કાઈસિસ, મોંઘવારી-મંદી સહિત અનેકવિધ કારણોસર હોલસેલ-રિટેઈલ માર્કેટમાં ઘરાકી ઘટી છે. પરંતુ મોલમાંથી જરૂરત પુરતો સરસામાન-રાશન ખરીદવાનો ટ્રેન્‍ડ વધ્‍યો હોવાની વેદના પણ વેપારીઓએ ઠાલવી હતી.

હાઇબ્રિડ મરચાનો પાક ઓછો

મધ્‍યપ્રદેશના હાઇબ્રિડ મરચાની ભાવ ગત વર્ષે રૂ.૧૫૦થી ૧૮૦ વચ્‍ચે હતો. જે મરયા આ વર્ષે છૂટક બજારમાં રૂ. ૧૦૦ થી૧૩૦ના ભાવે વેચાય છે. શાકભાજી બજારમાં લીલા મરચાનો ૧ કિલોનો ભાવ રૂ.૩૦ની આજુબાજુ રમે છે. વિદેશથી આવતા રેડ-ચલો કેપ્‍સિકમનો ભાવ વધારે છે. પરંતુ ગ્રીન ભોલર મરચા રૂ.૧૦ થી ૪૦ના ભાવે મળે છે.

અનાજ બજારમાં ઘરાકી ઘટી !

હાથીખાના સહિત તક અનાજ બજારના અનેકવિધ કારણોસર આખા વર્ષનું રાશન ખરીદવાની ઘરાકી ઘટી છે. જોઇએ એ મુજબ ચોખા, ઘઉં, ખાદ્યતેલ સહિતનો સરસામાન ખરીદવા ગ્રાહકો આવે છે. બદલાયેલા ટ્રેન્‍ડને પગલે ૨૫થી ૩૦ ટકા જ ધરાકી રહેવા પામી છે. માત્ર લગ્નસરા કે શુભપ્રસંગો માટે જ મોટાપાયે ખરીદીનો દોર જારી રહ્યો છે.

ઘરે મરી-મસાલા તૈયાર કરાતા નથી

થોડા વર્ષો પૂર્વે ગળહિણીઓ આખા વર્ષના મરી મસાલા મરચા સહિત જરૂરી સામગ્રી ઘરે લાવી ખોડણીમાં ખાડી તૈયાર કરતી હતી. જેને બદલે હવે આકર્ષક પેકીંગમાં મળતા કંપની પેક મરી-મસાલા ખરીદવામાં આવે છે.

લસણના ભાવ ભોંય પર પછડાયા

મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, સૌરાષ્‍ટ્ર સહિત અનેક વિસ્‍તારમાથી આવતા લસણનો ભાવ ગત વર્ષે રૂ વપરાલી૪૦૦ વચ્‍ચે રમતો હતો. પરંતુ આ વર્ષે લસણ ૬૦થી ૨૦ વચ્‍ચે ક્‍વોલિટી મુજબ વેચાય છે. બજારમાં નાના-મોટા લસણની રોજીંદા ઉપયોગ માટે ખરીદી કરવામાં આવે છે. પરંતુ એક કળીનું લક્ષણ મોંઘુ મળે છે. હવે તો બારમાં ફોલેલું લસણ પણ ઉપલબ્‍ધ છે

 

(4:27 PM IST)