તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ઉત્પાદકતા એટલે વિકાસની પુષ્ટિ કરતું કોઇપણ સર્જન હસુભાઇ દવે
આજે ઉત્પાદકતા દિવસઃ ૧૬ ફેબ્રુઆરી સુધી ઉજવણી ચાલુ રહેશે

રાજકોટઃ તા. ૧ર, ફેબ્રુઆરી નેશનલ પ્રોડકટીવી કાઉન્સીલનો સ્થાપના દિવસ દેશભરમાં ‘‘ઉત્પાદકતા'' દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા આવી રહી છે. આ વર્ષે પણ ઉત્પાદકતા દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં ૧ર થી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન કાઉન્સીલ દ્વારા કોલેજોના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ, પોસ્ટર કોમ્પીટીશન વગેરે આયોજન કરેલ છે.
આ વર્ષનો વિષય છે. ફોમ આઇડીયા ટુ ઇન્પેકટઃ પ્રોટેકટીંગ ઇન્ટેલેકરકયુલ પ્રોપર્ટી ફોર કોમ્પીટીટીવ સ્ટાર્ટ અપ'' જેમાં સ્ટાર્ટપના અનન્ય શોધ, બ્રાન્ડ ઓળખ અને રચનાત્મક કાર્યોને પેટન્ટ ટ્રેડમાર્ક, કોપિરાઇટ અને વેપાર ઇજારા જેવા કાયદાકીય માધ્યમો દ્વારા સુરક્ષિત કરવાનો ઉલ્લેખ કરે છે.
આ વિષયના સંદર્ભમાં કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ અને એ.વી. પારેખ ઇન્સ્ટીટયુટના સંયુકત ઉપક્રમે ગુજરાત ઇન્કયુબેશન સેન્ટર હોલ ખાતે આજે સવારે ૧:૩૦ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેએ ઉત્પાદકતા વિષય પર પ્રકાશ પાડતા જણાવેલ કે ઝડપથી બદલાતા દેશકાળ સાથે નવા આયામોનાં વર્તુળમાં રહીને દેશનો સાચો વિકાસ, સંગીન સમૃદ્ધિ અને ધબકતું સમાજ જીવન ત્યારે જ શકય બને જયારે વિકાસની સુઆયોજીત નીતિ, વિચારશીલ આયોજન અને વ્યવહરૂ અમલીકરણ હોય, આ ત્રિવેણી સંગમ જ વિકાસની યાત્રાને વેગીલી બનાવી શકશે. છતાં તેમાં એક કડી ખૂટે છે તે ‘‘ઉત્પાદકતા'' ઉત્પાદકતા એટલે વિકાસની પુષ્ટિ કરતું કોઇ પણ સર્જન, માત્ર ચીજ-વસ્તુનું ઉત્પાદન કરવું એ જ ઉત્પાદકતા નથી. ઉત્પાદકતાની પરિભાષા અને વ્યાખ્યા વિશાળ છે.
કાઉન્સીલના સભ્યો, રસ ધરાવતા નાગરીકો, ઉદ્યોગપતિઓ તેમજ વિદ્યાર્થીઓને આ કાયક્રમમાં ભાગ લેવા કાઉન્સીલના માનદ મંત્રી શ્રી ડી.જે. પંચમીયાએ નિમંત્રણ પાઠવેલ છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
