<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

એસટી કર્મચારીનું ચાલુ ફરજે અવસાન થશે તો ૧૪ લાખની સહાય ચૂકવાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત

સરકારે એકી સાથે ૮ થી ૧૦ લાખનો વધારો કર્યોઃ નિર્ણયને વધાવતા લાખો કર્મચારીઓ

રાજકોટ તા. ૧૨: એસ ટી વિભાગના  કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્‍વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ચાલુ ફરજે કર્મચારીનું અવસાન થાય તેવા કિસ્‍સાઓમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવામાં આવ્‍યો છે. હવે ચાલુ ફરજે મૃત્‍યુના કિસ્‍સામાં  ૧૪ લાખ જેટલી સહાય ચૂકવાશે. વાહન વ્‍યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટવીટ કરીને આ અંગે જાહેરાત કરી છે. સરકારે એકી સાથે ૮થી૧૦ લાખ રૂપિયાનો વધારો કર્યો  હોવાનું એસટીના અધીકારીઓ ઉમેરી રહયા છે. સરકારની આ નિર્ણયને એસટીના હજારો કર્મચારીઓએ વધાવી લઇ સરકારનો આભાર વ્‍યકત કર્યો હતો.

(11:52 AM IST)