<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ગ્રામ પંચાયતના કોમ્‍પ્‍યુટર ઓપરેટરોના પ્રશ્નો ન ઉકેલાય તો રર મીએ ગાંધીનગરમાં ધરણા

કમીશન નીતિ દૂર કરી ન્‍યાય આપવા વી.સી.ઇ. સંગઠનની માંગણી

રાજકોટ, તા. ૧૧ :  ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્‍પ્‍યુટર સાહસિક મંડળના જણાવ્‍યું છે કે વણથંભી વિકાસયાત્રાની હરણફાળ ભરતા વિકાસશીલ ગુજરાત રાજયની ૧૪૦૦૦ ઉપરાંતની ગ્રામ પંચાયતોમાં છેલ્લા ૧૮ વર્ષથી સરકારે જાહેર કરેલ તમામ યોજનાઓને ઘર-ઘર અને જન-જન સુધી સુચારૂ રૂપથી પહોંચાડતા હજારો વી.સી.ઇ. કર્મચારીઓ (કમીશન) બેગ પોલીસીથી કામ કરી રહ્યા છે.

વીસીઇની માંગણીઓ નીચે મુજબ છે. (૧) કમિશનર બેઝ પોલીસી હટાવી ફિકસ વેતન, લઘુતમ વેતન લાગુ કરવામાં આવે. (ર) જોબ સિકયુરીટી અને છૂટા કરેલ હોદેદારો અને વીસીઇને પરત લેવા. (૩) આરોગ્‍ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે. (૪) કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે. (પ) સ્‍પીડ ધરાવતી ઇન્‍ટરનેટ કનેકટીવીટી પુરી પાડવામાં આવે.

ગુજરાતમાં છેલ્લા ૧૮ વર્ષથી હજારો ગ્રામ પંચાયત વી. સી. ઇ. પાસે સરકારશ્રી ઇ-ગ્રામ સોસાયટી થકી કામ દી ૧ ટકા, ૩ ટકા, પ ટકા, ૮ ટકા, જેવું નજીવુ કમિશન આપીને શોષણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકારશ્રી દ્વારા વી.સી.ઇ ના હિત માટે કોઇ નિર્ણય ના કરતાં માત્ર આશ્‍વાસનજ આપવામાં આવેલ હોય અને ખુબજ મોટા પ્રમાણમાં શોષણ થતુ હોવાથી રાજયપાલ અને વિધાનસભા અધ્‍યક્ષશ્રી રાજુઆત કરવાની ફરજ પડેલ છે. સરકારશ્રી દ્વારા કમિશન નિતિ દુર કરવામાં તેમજ શોષણમાંથી ન્‍યાય આપવામાં આવે એ દિશામાં સચોટ અને પારદર્શિત નિર્ણય લેવાય તે માટે વિધાનસભા સત્રમાં આપશ્રી દ્વારા બંધારણીય જોગવાઇ મુજબ ઘટતી કાર્યવાહી કરી ન્‍યાય આપવામાં આવે તેવી વિનંતી છે. સરકારશ્રી દ્વારા વિધાનસભા સત્ર ફેબ્રુ.-ર૦રપ દરમિયાન વી.સી.ઇ. નું શોષણ અને કમિશન પ્રથા દુર કરતા પગાર અને અન્‍ય માંગણીઓ બાબતે આપેલ બાહેંધરી પુર્ણ કરી ન્‍યાય આપવામાં નહીં આવે તો ના છુટકે તા. ર૪-૦ર-ર૦રપ ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના તમામ વી.સી.ઇ ધરણા કાર્યક્રમ યોજીને મોકુફ રાખેલ લડત પુનઃ ગાંધી ચિંધ્‍યા માર્ગે ચાલુ તબક્કાસર કાર્યક્રમ આપવાની ફરજ પડશે. તેમ ગ્રામ પંચાયત કોમ્‍પ્‍યુટર સાહસિક (ઓપરેટર) મંડળની યાદીમાં જણાવાયું છે.

(10:25 AM IST)