<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની નિર્માણાધીન સાઈટ પર આગ લાગી ;ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટના સ્થળે

કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગતાં ત્યાં હાજર મજૂરમાં દોડધામ :વેલ્ડિંગના તણખાં નજીકમાં પડેલાં લાકડામાં પડ્યા જેને લીધે આગ લાગી: બે કલાકમાં કાબુમાં લેવાઈ

અમદાવાદમાં સવારે સાબરમતી સ્થિત બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની નિર્માણાધીન સાઈટ પર આગ લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટના સ્થળે આવી હતી અને આગ ઓલવવાની કાર્યવાહી હાથ ધરી હતી કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગતાં ત્યાં હાજર મજૂરમાં દોડધામ મચી ગઈ હતી.

સ્થાનિકોએ જણાવ્યા મુજબ, આજે વહેલી સવારે 6.30 વાગ્યે સાબરમતી સ્થિત નિર્માણાધિન બુલેટ ટ્રેન સ્ટેશન પર વેલ્ડિંગ કામ થઈ રહ્યું હતું. આ દરમિયાન વેલ્ડિંગના તણખાં નજીકમાં પડેલાં લાકડામાં પડ્યા હતાં. જેને લીધે આગ લાગી હતી. આ પછી પવન ફૂંકાતા આગ વધુ વિકરા બની હતી

. આ ઘટના અંગે તાત્કાલિક જાણ કરાતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતી.

(8:34 PM IST)