તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓ ૨૪-૨૫ માર્ચે હડતાળ પર
બેંકમાં બે લાખથી વધુ ખાલી જગ્યા ભરવાની માગઃ ઓછા સ્ટાફથી કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું: બેંક કર્મચારી મહિલાઓના પ્રશ્નો અંગે અમદાવાદમાં બે દિવસનો સેમિનાર, મોટી સંખ્યામાં પ્રતિનિધિ હાજર રહેશે

અમદાવાદ, તા.૮: રાષ્ટ્રીયકળત બેંક કર્મચારીઓની પડતર માગણી અંગે કોઈ જ સંતોષકારક પગલાં ન લેવાતાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયર્સ એસો.એ આગામી ૨૪-૨૫ માર્ચે રાષ્ટ્રીય હડતાળની જાહેરાત કરી છે. આ પહેલા તેઓ ૩જી માર્ચે એક દિવસના ધરણાં પ્રદર્શન પણ કરશે. આ ઉપરાંત બેંક કર્મચારી સંગઠનનું અમદાવાદમાં આજે અને આવતી કાલે બે દિવસીય રાષ્ટ્રીય મહિલા સંલત ભોજાઈ રહ્યું છે. જેમાં બેંકમાં કામ કરતી મહિલાઓના પ્રશ્નો અને પરેશાનીઓ અંગે ચર્ચા વિચારણ કરવામાં આવશે. આ સંમેલનમાં હજારથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. સંમેલનમાં બેંકના ઓછા સ્ટાફને લઇને કર્મચારીઓ પર વધી રહેલા ભારણની ચર્ચા કરવામાં આવશે.
દેશમાં બેંકિંગ ક્ષેત્રે મહિલાઓનું પ્રદાન અસામાન્ય છે. હાલમાં ૮ લાખ કરતાં વધારે બેંક કર્મચારીઓ પૈકી ૨.૧૦ મહિલા બેંક કર્મચારીઓ છે. મહિલાઓને બેંકમાં કાર્યક્ષેત્રમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા જેવી બાબતે ચર્ચા કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસો.ના જનરલ સેક્રેટરી સી.એચ. વૈકટચલમ અને ગુજરાતના સેક્રેટરી જણાવ્યું હતું કે ૧૯૬૯માં બેંકોના રાષ્ટ્રીયકરણ બાદ બેંકોમાં મહિલાઓની ભરતી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. બેંક કર્મચારી મહિલાઓની કેવી સમસ્યાઓ હોય છે અને તેમને કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તે મુદ્દે સંમેલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સંમેલનમાં બેંક કર્મચારી સંગઠનના અગ્રણી લલીતા જોશી, અમરજિત કૌર, સુપ્રિયા સુલે, ઓપી શર્મા અને જ્યોત્સનાબેન યાજ્ઞિક સહિતની મહિલા ઉપસ્થિત રહેશે. અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
વૈકટચલમે કહ્યું હતું કે બેંકોના વિસ્તરણને બદલે તેનું ખાનગી કરણ કરવામાં આવી રહ્યું છે, જે અયોગ્ય છે. બેંકોની બેડ લોન અને એનપીએ વધી પણ જે લોકો બેંકમાંથી લોન લઈને ભરતા નથી. તેમની સામે ક્રિમિનલ કેસ કરવા માટે સંગઠનની માગણી છે. બેંક દ્વારા બેડ લોનની ભરપાઈ કરવા માટે ગ્રાહકો પર ખોટા ચાર્જ અને પેનલ્ટી નાખવામાં આવી રહી છે જે યોગ્ય નથી. બેંકોએ વ્યાજદર પણ વધારવો જોઈએ કેમકે નિવળત્ત કર્મચારીઓ તેમના રોકાણ વ્યાજ પર જ જીવન ચલાવતા હોય છે. સિનિટર સિટીઝન પાસેથી બેંક વ્યાજ પર કોઇ જ ઇનકમ ટેક્સ લેવો જોઈએ નહીં. (રર.૩)
સેમિનારમાં કયા મુદ્દે ચર્ચા કરાશે
૧. મહિલા કર્મચારીઓ માટે ખાસ જોગવાઇ કરવા
૨. કાર્યસ્થળે મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા,
૩. પૂરતા સ્ટાફની ભરતી કરાવા,
૪. પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવી અનિવાર્ય કરવા,
૫. મહિલાઓને ઘર નજીક પોસ્ટિંગ આપવા,
૬. મહિલાઓને પ્રમોશનમાં સમાન તક આપવા
૨૩-૨૪માં બેંકોનો નફો ૨.૬૬ લાખ કરોડ, તેમાંથી બેડ લોનના ૧.૨૪ લાખ કરોડ ગયા
ભારતમાં બેંકિંગ ક્ષેત્ર અતિ મહત્ત્વનું છે. બેંકોનો ૨૦-૨૪નો ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટ ૨.૬૬ લાખ કરોડ થયો છે. આ પૈકી બેડ લોનમાં ૧.૨૪ લાખ કરોડ ગયા. તેથી નફો માત્ર ૧.૪૨ કરોડ જ બચ્યો. આ બેડ લોનનો બોજ બેંકના સામાન્ય કર્મચારીઓ પર નાખવામાં આવી રહ્યો છે જે અયોગ્ય છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
