<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

કોલ્‍ડ પ્‍લેના લાખો લોકોના બંદોબસ્‍તમાં અમદાવાદ પોલીસ ફુલ્લી પાસ

હર્ષ સંઘવીનો હર્ષ સમાતો નથી, સી.પી. જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ટીમની કામગીરી પર ઓળઘોળ : સિનિયર આઇપીએસ શરદ સિંઘલ, નીરજ બડગુજ્જર, જયપાલસિહ રાઠોડ વિગેરેના માર્ગદર્શનમાં અદભુત કામગીરીઃ ડીસીપી ભરત રાઠોડ, એસીપી દિગ્‍વિજયસિંહ રાણા વિગેરેને ફૂલડે વધાવાયા

રાજકોટ તા.  દેશના ઇતિહાસમાં અદભુત રેકોર્ડ બ્રેક કરનાર યુવા પેઢીને ઘેલું લગાડનાર અમદાવાદમાં કસોટીરૂપ બે દિવસની કોલ્‍ડ પ્‍લે ઇવેન્‍ટસમાં પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકના માર્ગદર્શનમાં અદભુત બંદોબસ્‍ત જાળવી દેશ વિદેશમાં દાખલારૂપ કામગીરીની સરાહના થાય છે તે બાબત ધ્‍યાને રાખી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ પહોંચી પ્રમાણપત્ર અને પ્રસંશાપત્ર એનાયત કરેલ.          

 નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે યોજાયેલ આ ઇવેન્‍ટસ ટ્રાફિક મેનેજમેન્‍ટ જાળવવા જતા લો એન્‍ડ ઓર્ડરની પરિસ્‍થિત ડામાડોળ ન થાય તેવું આયોજન કરેલ. જે માટે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, સેકટર વડા નીરજ બડગુજ્જર, સેકટર વડા જયપાલસિહ રાઠોડ ટ્રાફિક વડા શ્રી. ચૌધરી નાં માર્ગદર્શનમાં ડીસીપી સફી હસન વિગેરે દ્વારા અદભુત કાર્ય થયેલ. આ પ્રસંગે મહત્‍વની ભૂમિકા ભજવનાર ડીસીપી ભરત રાઠોડ, એસીપી દિગ્‍વિજયસિંહ રાઠોડ, એસીપી શૈલેષ મોદી , પીઆઇ એન.એમ. પંચાલ અને પીઆઇ નિકુંજ સોલંકી સહિતનાં અધિકારી સ્‍ટાફને પ્રશંસાપત્ર અપાયેલ. હર્ષ સંઘવી દ્વારા પોતાના ટ્‍વીટર પર પણ નોંધ લેવામાં આવી છે.

(10:25 AM IST)