<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

અમદાવાદમાં એન.આર.આઈ વ્યક્તિનો પ્લોટ ખોટી રીતે બીજાને વેંચીને છેતરપિંડી: ત્રણ આરોપીઓની ધરપકડ

પ્લોટની સ્કીમમાંથી વર્ષોથી પડતર રહેલા એક પ્લોટને ચેરમેન સહિત અન્ય લોકોએ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરી દેવાની ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાઈ

અમદાવાદમાં એન.આર.આઈ વ્યક્તિનો પ્લોટ ખોટી રીતે બીજાને વેંચીને છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી પ્લોટની સ્કીમમાંથી વર્ષોથી પડતર રહેલા એક પ્લોટને, ચેરમેન સહિત અન્ય લોકોએ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરી દેવાની ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાઈ છે.

ફરિયાદને આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ પણ કરી રહી છે કે અન્ય લોકોના પ્લોટ પણ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ થયા છે કે કેમ

(9:35 PM IST)