News of Thursday, 6th February 2025
માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે નીતિ-નિયમોમાં તોળાતા ધરખમ ફેરફારોઃ સમિતિ રચતી સરકાર
સમિતિમાં બોટાદ-કચ્છના ડી.ઇ.ઓ., સંચાલક મંડળના પ્રતિનિધિ વગેરેનો સમાવેશ

રાજકોટ, તા., ૬: ગુજરાતમાં માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શિક્ષણ ક્ષેત્રે નીતી-નિયમોમાં મોટા ફેરફારો આવી રહયા છે. શિક્ષણ વિનિયમો ૧૯૭૪માં જરૂરી સુધારા સુચવવા શિક્ષણ વિભાગે ૮ સભ્યોની સમીતીની રચના કરી છે. આ સમીતીએ ૩ મહિનામાં અહેવાલ આપવાનો રહેશે. નવા સુધારા ર૦૦૬ના વર્ષથી લાગુ થવાની સંભાવના છે.
શિક્ષણ વિભાગના ઉપસચિવ એ.જી. ચૌધરીની સહીથી પ્રસિધ્ધ થયેલ પરિપત્રમાં જણાવાયુ છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની રચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ અધિનિયમ ૧૯૭ર ની કમલ-૩ હેઠળ થયેલ છે. અધિનિયમની કલમ-પ૩ હેઠળ અધિનિયમની જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ઘડવામાં આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ માં જરૂર જણાયે વખતો વખત સુધારાઓ કરાવમાં આવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ માં ઘણીબધી જોગવાઇઓની સ્પષ્ટતાઓ ન હોવાના સંજોગોમાં હાઇકોર્ટ તેમજ ટ્રીબ્યુનલમાં સરકાર પક્ષે બચવાની યોગ્ય કાર્યવાહી થઇ શકતી નથી આથી કામગીરીમાં બિનજરૂરી ગુંચવણ ઉભી થાય છે અને કેસોનો નિકાલ સમયસર થઇ શકતો નથી તેમજ સરકાર પક્ષે નાણાકીય ભારણ પણ વધે છે. જેના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવા માટે સમિતિની રચના કરવામાં આવે છે.
સમિતિમાં શિક્ષણ બોર્ડના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ, બોર્ડના સભ્ય સચિવ ઉપરાંત સભ્ય તરીકે નિયામકશ્રી શાળાઓની કચેરી, શ્રી ભરત વાઢેર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બોટાદ, શ્રી સંજય પરમાર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, કચ્છ, શ્રી મનુભાઇ પાવરા, શિક્ષણવિંદ તથા શ્રી શંકરસિંહ રાણા, ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. બોર્ડના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ તરીકે રહેશે
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
