તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીમાં 23 ટકા ઉમેદવારી ફોર્મ પરત લેવાયા :16મીએ મતદાન
રાજ્ય ચૂંટણી આયોગે 1,965 બેઠકો માટે ચૂંટણી લડવા 5,084 ઉમેદવારોને અધિકૃત કર્યા

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. બે વર્ષ વહીવટદારોના શાસન બાદ સાત વર્ષે યોજાઈ રહેલી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં જનપ્રતિનિધિઓ માટે કુલ 2,178 બેઠકો ઉપર 7,036 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1261 અર્થાત 18 ટકા જેટલા ફોર્મ રદ્દ થયા હતા અને 478 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા પછી 213 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 1,965 બેઠકો માટે ચૂંટણી લડવા 5,084 ઉમેદવારોને અધિકૃત કર્યા છે. જેના માટે 16મી ફેબ્રુઆરી, રવિવારે મતદાન યોજાશે.
રાજ્ય ચૂંટણી આયોગે અધિકૃત ઉમેદવારો જાહેર કર્યા બાદ ભાજપ-કોંગ્રેસે પોતાના પક્ષમાંથી 20-20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોને ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત આગેવાનોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો, ઉમેદવારોને નવ દિવસ મળશે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
