<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રેકટીકલ પરીક્ષાનો પ્રારંભ

રાજકોટ જિલ્લાના ૭૭૮૦ પરીક્ષાર્થી સહિત રાજયમાં ૧ લાખ ૧૦ હજાર છાત્રો કસોટીઆપશે : તા. ૧૪ ફેબ્રુઆરી સુધીમાં પ્રાયોગીક પરીક્ષા પૂર્ણ કરીને ઓનલાઇન માર્કસ મોકલી દેવામાં આવશે

રાજકોટ, તા. ૬ :  ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧રની પરીક્ષાનું કાઉન્‍ટ ડાઉન શરૂ થયું છે. આજની સમગ્ર રાજયમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજની શરૂ થયેલી ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા તા. ૧૪ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઇ જશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની થીયરીની પરીક્ષા લેવામાં આવે તે પહેલા રસાયણશાષા, ભૌતિકશાષા આજે જીવવિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા જે તે સ્‍કુલ ખાતે લેવામાં આવતી હોય છે. શાળાઓએ આ પરીક્ષા લઇને દરેક વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઇન બોર્ડને મોકલી આપવામાં આવે છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં રાજકોટ શહેર-જિલ્લામાં કુલ ૭૭૮૦ મળી સમગ્ર ગુજરાત રાજયમાં ૧ લાખ ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પ્રેકટીસ પરીક્ષા સવારે ૧૦ થી ૧ અને બપોરે ર થી પ દરમ્‍યાન લેવાય છે. વિદ્યાર્થીઓની પરીક્ષાની વ્‍યવસ્‍થા બોર્ડ દ્વારા નકકી થયેલા અલગ -અલગ સ્‍કુલ ખાતે લેવાઇ રહી છે.

(11:07 AM IST)