તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
૧ વર્ષથી વોન્ટેડ જામનગરના આરોપી અંતે વડોદરા ક્રાઇમ બ્રાંચની જાળમા
સંસ્કારી નગરી બહારના વોન્ટેડ ગુનેગારોનાં ધામાથી અસંસ્કારી ન બને તેવા સીપી નરસિંહમાં કોમારની પરિણામલક્ષી રણનીતિ ફરી રંગ લાવી : ડીસીપી યુવરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ એસીપી મયુરસિંહ રાજપૂતનાં માર્ગદર્શનમાં પીઆઇ આર.જે. જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા ટીમના પીએસઆઈ સી.ડી. યાદવ અને પીએસઆઈ આર.જે. રાઠવા ટીમની વધુ એક ફતેહ

રાજકોટ, તા.૬: સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવવા સાથે ખૂબ સ્વચ્છ છબી ધરાવતા વડોદરા પોલીસ કમિશનર દ્વારા એક જ મુદ્દા અર્થાત્ લો એન્ડ ઓર્ડર જાળવવાનાં કાર્યને પ્રાથમિકતા આપવા, પ્રજાને રીઢા ગુનેગાર, લુખ્ખા તત્વો પરેશાન ન કરે તે માટે કાયદાનો ડંડો વીંઝવા અને અન્ય રાજ્ય કે શહેરના ગુનેગારો વડોદરા શહેરની સંસ્કારી નગરીની છાપ ભુશે તે રીતે અહી આશ્રય ન મળે તે માટે કરેલ દ્રઢ નિર્ધાર કરેલ હોય લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં એક્ટિવ બનેલ છે, જેના ખૂબ સારાં પરિણામ આવ્યાની નોંધ મુખ્ય મંત્રી અને હર્ષ સંઘવી સુધી લેવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા તેમજ પોલીસ ઇન્સપેકટર એચ.ડી.તુવરનાઓની દોરવણી હેઠળ પો.સબ ઇન્સ.સી.ડી. યાદવ તથા પો.સબ ઇન્સ. એ.જે. રાઠવાનાઓ ટીમના માણસો સાથે આ નાસતા ફરતા આરોપીઓની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલા. પેટ્રોલીંગ દરમ્યાન ટીમને મળેલ માહીતી આધારે સમા રોડ ખાતેથી એક ઇસમ નામે પ્રતિક કમલેશભાઇ કનખરા ઉ.વ.૨૯ હાલ રહે. પાર્થભૂમિ સોસાયટી, માંજલપુર વડોદરા મુળ રહે. શ્રીજી ફલેટસ હવાઇ ચોક, જામનગરને શોધી કાઢવામાં આવેલ. સદર ઇસમની પ્રાથમીક પુછપરછ અને સદર ઇસમ અંગેની ખાત્રી તપાસ દરમ્યાન આ ઇસમ બળજબરીથી રૂપિયા કઢાવવાના અંગે જામનગર સીટી ‘એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ઇસમ આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોવાની હકીકત જણાઇ આવતા જેથી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે જામનગર સીટી ‘એ' ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે.(૬.૧)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
