<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

વડોદરા શહેરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ મેરેથોનમાં 1.20 લાખ લોકોએ ભાગ લીધો

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો; 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં દેશ-વિદેશના દોડવીરો જોડાયા

વડોદરા શહેરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ મેરેથોનમાં 1.20 લાખ લોકોએ ભાગ લીધો હતો. મેરેથોનની વિવિધ કેટેગરીમાં 1.20 લાખથી વધુ દોડવીરોએ ભાગ છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો.  સૌપ્રથમ 42, 21 અને 5 કિલોમીટરની મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો. 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં દેશ-વિદેશના દોડવીરો જોડાયા છે. મેરેથોનના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

મેરેથોનનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું કે, દેશભરમાં પીએમ મોદીના નેંતૃત્વમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે. ગુજરાત સરકારના ખેલમહાકુંભમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 71 લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને કસરત અને પૌષ્ટિક આહાર લેવા અનુરોધ કર્યો છે. હેરિટેજ મેરેથોન બનાવી પીએમ મોદીના સપનાને સાકાર બનાવ્યા છે.

(4:02 PM IST)