<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

મંદિર પણ હવે સલામત નથી, દાદરા નગર હવેલીમાં ચોર ચોરી કરી ફરાર

વલસાડ, તા.ર,

 સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં મંદિર  પણ હવે સલામત રહ્યું નથી. નરોલી વિસ્તારમાં માતાજીના ધામમાં ચોરે ચોરી ફરાર થઈ જવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંઘ પ્રદેશ દાદરા નગર અને હવેલીમાં ભવાની માતાના મંદિરમાં ધોળા દિવસે ચોરી થયાની ઘટના સામે આવી છે. માતાજીના મંદિરમાં ગઈકાલે બપોરે ૩ વાગ્યે અંદર પ્રવેશી મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્રની ચોરી કરી શખ્સ ફરાર થઈ ગયો હતો. જોકે, ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં મંદિરના વહીવટી વિભાગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

(2:27 PM IST)