તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st January 2025
કીમ રેલવે સ્ટેશન ખાતે 2.5 કલાક સુધી ગુડ્સ ટ્રેન અટકી : લોકો-પાયલટે શિફ્ટ પુરી થઈ જતાં ટ્રેન ઉભી રાખી દીધી.
ટ્રેક પર ગુડ્સ ટ્રેન અટકતા અન્ય પેસેન્જર ટ્રેનો અટવાઈ: પેસેન્જર ટ્રેનોને અન્ય ટ્રેક પર ઉભી રાખવાની ફરજ પડી

સુરતઃ કીમ રેલવે સ્ટેશન ખાતે 2.5 કલાક સુધી ગુડ્સ ટ્રેન અટકી ગઇ છે. લોકો-પાયલટે શિફ્ટ પુરી થઈ જતાં ટ્રેન ઉભી રાખી દીધી હતી,. ગુડ્સ ટ્રેન ઊભી રાખી લોકો પાયલટ નીકળી ગયો હતો,. ટ્રેક પર ગુડ્સ ટ્રેન અટકતા અન્ય પેસેન્જર ટ્રેનો અટવાઈ ગઈ હતી,. પેસેન્જર ટ્રેનોને અન્ય ટ્રેક પર ઉભી રાખવાની ફરજ પડી હતી . બીજા લોકો-પાયલટે આવી ટ્રેન રવાના કરી હતી ગુડ્સ ટ્રેનના લોકો-પાયલટને કારણે મુસાફરોને હાલાકી થઇ હતી .
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
