<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને રજૂઆત 2 ફેબ્રુઆરી સુધી પ્રાંત અધિકારીને કરી શકાય

બનાસકાંઠાના ગામ અને તાલુકાના અરજદારો જે તે પ્રાંત અધિકારીને રજૂઆતો કરી શકશે

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ જિલ્લામાં ઊભા થયેલા વિવાદને લઈને જિલ્લા કલેકટરે મહત્વનો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે, જિલ્લાના વિભાજનને લઈને જે કોઈ નાગરિકને રજૂઆત કે ફરિયાદ કરવી હોય તો, આગામી 2 ફેબ્રુઆરી સુધી પ્રાંત અધિકારીને કરી શકાય છે. બનાસકાંઠાના ગામ અને તાલુકાના અરજદારો જે તે પ્રાંત અધિકારીને રજૂઆતો કરી શકશે. 2 ફેબ્રુઆરી સુધી લેખિત ફરિયાદ અને અરજી કરી શકશે.

(9:41 PM IST)