<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

સરકારી કર્મચારીઓના ધબકારા વધશે : 8માં પગાર પંચમાં માત્ર આટલા રૂપિયાનો જ થશે પગાર વધારો

8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.08 હોઈ શકે : 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા હતું

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે તાજેતરમાં 8મા પગાર પંચને મંજૂરી આપી છે. જો કે, આ વખતે અપેક્ષા એવી રખાઈ રહી છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી હોઈ શકે છે અને તે મુજબ કર્મચારીઓના પગારમાં 186 ટકાનો જંગી વધારો થઈ શકે છે. ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગ ચંદ્રાએ કહ્યું હતું કે, 2.86નું ફિટમેન્ટ ફેક્ટર પૂછવું એ ચાંદ માંગવા જેવું છે. આનો અર્થ એ છે કે, 8મા પગાર પંચમાં આટલું ફિટમેન્ટ ફેક્ટર મેળવવું ના બરાબર છે.

ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગના જણાવ્યા અનુસાર, 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.08 હોઈ શકે છે. ટૂંકમાં, કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 10 થી 30 ટકાનો વધારો થવાની ધારણા છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા હતું, પરંતુ પગારમાં માત્ર 14.2 ટકાનો વધારો થયો હતો. જો કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 10 ટકાનો વધારો થાય છે, તો દર મહિને વધીને 30,420 રૂપિયા થઈ જશે.

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ છે. તેમને 53 ટકા મોંઘવારી ભથ્થું (DA) મળે છે. 8મા પગાર પંચના અમલ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને 3%ના બે વધુ મોંઘવારી ભથ્થા મળશે. બીજું કે, આ વધીને 59 ટકા થશે.

જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે, ત્યારે 7મા પગાર પંચના લઘુત્તમ પગાર (રૂ.18,000) અને મોંઘવારી ભથ્થું (59 ટકા)ને મર્જ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, 10 ટકાના વધારા પછી, કેન્દ્રીય કર્મચારીઓના નવા લઘુત્તમ માસિક પગારની ગણતરી કરવામાં આવશે, એટલે કે 18000+69% = 30,420 રૂપિયા. તેવી જ રીતે, જો મહત્તમ પગારમાં 30 ટકાના વધારાની ભલામણ કરવામાં આવે, તો નવો પગાર 34,020 રૂપિયા થશે.

(9:22 PM IST)