<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગની ફરી મોટી કાર્યવાહી : કોબામાં સાબરમતી નદીના પટ્ટમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું

એક એસ્કેવેટર સાથે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી: જિલ્લા ભૂસ્તર ટીમે છેલ્લા ત્રણ દિવસથી વોચ રાખી હતી,

ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગે ફરીથી મોટી કાર્યવાહી કરી છે. કોબા ગામના સાબરમતી નદીના પ્રતિબંધિત વિસ્તારમાંથી ખનન ચોરી પકડી પાડી છે. એક એસ્કેવેટર સાથે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ભૂસ્તર ટીમે છેલ્લા ત્રણ દિવસથી વોચ રાખી હતી, જે બાદ આજે આ ઓપરેશન પાર પાડી એક વ્યક્તિને ઝડપી પાડીને કાર્યવાહી કરી છે.

(9:17 PM IST)