<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વડોદરાથી મહાકુંભ માટે ગયેલું શ્રદ્ધાળુઓનું ગ્રુપ 13 કલાક ટ્રાફિકજામમાં ફસાયું :નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી

છેલ્લા 13 કલાકની અંદર માત્ર 7 કિમી જેટલો જ રસ્તો કાપી શક્યા: જ્યાં નજર પડે, ત્યાં વાહનોની લાંબી કતારો

વડોદરાથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ ગયેલ 11થી વધુ શ્રદ્ધાળુઓનો એક ગ્રુપ રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયું છે. જેના કારણે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની હાલત કફોડી બની છે.

આ અંગે વડોદરાના ટ્રાફિક જામમાં અટવાયેલા વડોદરાના ચિંતનભાઈએ જણાવ્યું કે, અમારા 11થી વધુ શ્રદ્ધાળુઓનું ગ્રુપ ગત બુધવારના રોજ 9 વાગ્યાની આસપાસ પ્રયાગરાજ સ્થિત મહાકુંભના દર્શન કરીને વડોદરા પરત ફરવા નીકળ્યું હતુ. જો કે અહીં અમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છીએ. ગઈકાલે અમે નીકળ્યા બાદ આજે બપોરના 12 વાગવા આવ્યા છે. છેલ્લા 13 કલાકની અંદર અમે માત્ર 7 કિમી જેટલો જ રસ્તો કાપરી શક્યા છીએ.

વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યાં નજર પડે, ત્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. 13 કલાક થઈ ગયા હોવા છતાં હજુ સુધી ટ્રાફિક હળવો નથી થયો. અમારા માટે અહીંથી નીકળવું ખૂબ જ અઘરું થઈ પડ્યું છે.

(9:16 PM IST)