News of Thursday, 30th January 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ ફૂલ એક્શનમાં :નામ જાહેર થયા પહેલા જ ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ
નામ જાહેર થતા પહેલા કેટલાક તાલુકાઓ અને નગરપાલિકાઓમા ઉમેદવારોને ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ તૈયાર રાખવા સૂચના

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો હવે પ્રચારની સાથે ઉમેરવારો ને લઈ પણ કમર કસી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, ભાજપ દ્વારા કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને નામો જાહેર થયા પહેલા જ ફોર્મ ભરવા સૂચના અપાઈ હોવાનું પણ સામે આવ્યું છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપના કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા સુચના અપાઈ છે. મહત્વનું છે કે, ઉમેદવારોના નામો જાહેર થયા પહેલા જ ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. અહીં એ પણ નોંધનિય છે કે, આવતીકાલે સંભવિત રીતે ઉમેદવારોના નામો જાહેર થઈ શકે છે. આ તરફ હવે નામ જાહેર થતા પહેલા કેટલાક તાલુકાઓ અને નગરપાલિકાઓમા ઉમેદવારોને ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ તૈયાર રાખવા સૂચના અપાઈ છે. .
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
