તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 30th January 2025
વિરમગામમાં શિક્ષકની હત્યાના ત્રણ આરોપીની ધરપકડ કરાઇ
વેવાઈ-વેવાણ પ્રેમપ્રકરણઃસમગ્ર ઘટના મામલે વિરમગામ ટાઉન પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ, તા.૩૦
અમદાવાદના વિરમગામમાં વેવાઈ-વેવાણના પ્રેમપ્રકરણમાં શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. જેમાં વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા શિક્ષકની ૨૭ જાન્યુઆરીએ કારમાં આવેલા આરોપીએ લાકડીના ફટકા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે વિરમગામ ટાઉન પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદના વિરમગામમાં વેવાણ સાથે મૈત્રી કરાર કરીને રહેતા શિક્ષક નરેશ ચાવડા (ઉં.વ. ૪૦)ની ૨૭ જાન્યુઆરીની રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતા. ઘટનાને પગલે વિરમગામ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ અને જેસંગ કટારીયાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી. ળતી માહિતી મુજબ, વિરમગામની કે. બી. શાહ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ ચાવડાની દીકરીની સગાઈ શંખેશ્વરના હર્ષાબહેનના દીકરા સાથે દોઢ વર્ષ પહેલા સગાઈ નક્કી કરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન નરેશને તેની દીકરીની થનારી સાસુ એટલે કે વેવાણ સાથે પ્રેમસંબંધ થયો હતો. જેને પગલે દીકરીની સગાઈ પણ તૂટી ગઈ હતી. જ્યારે નરેશ છેલ્લા ૭-૮ મહિનાથી વેવાણ સાથે મૈત્રી કરાર કરીને વિરમગામ ખાતે રહેતો હતો. આ અંગે વેવાણના પતિ અને પરિવારજનોને જાણ થઈ હતી. સમગ્ર ઘટનામાં ૨૭ જાન્યુઆરીએ મૈત્રી કરાર કરીને વેવાણ સાથે રહેતા શિક્ષક નરેશ ચાવડા પર હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આ પછી નરેશ ચાવડાના પિતરાઈ ભાઈ નનુભાઈએ વિરમગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
