તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
ગોતામાં નોંધાયો HMP વાયરસનો પ્રથમ કેસ, ૪ વર્ષનું બાળક સંક્રમિત
અમદાવાદમાં કુલ ૭ કેસઃઅમદાવાદમાં HMPVના કુલ સાત કેસ, જેમાંથી ચાર અમદાવાદના અને ત્રણ બહારના દર્દીઓ છે

અમદાવાદ, તા.૩૦
અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો. ગોતામાં ચાર વર્ષનું બાળક HMP વાયરસથી સંક્રમિત. બાળકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકને ખાંસી-શરદીની અસર જોવા મળતા રિપોર્ટ કરાવ્યો હતો. અમદાવાદમાં HMPVના કુલ સાત કેસ, જેમાંથી ચાર અમદાવાદના અને ત્રણ બહારના દર્દીઓ છે.ગુજરાતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતમાં HMPV વાયરસના અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ આવ્યો છે.ગોતામાં ચાર વર્ષનું બાળક HMP વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બાળકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકને ખાંસી-શરદીની અસર જોવા મળતા પરિવારે HMPનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં HMPVના કુલ સાત કેસ નોંધાયા છે. જેમાંથી ચાર અમદાવાદના અને ત્રણ બહારના દર્દીઓ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. તો બીજી તરફ, ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
