તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
સરકારી અધિકારી બનવા ઈચ્છુક માટે ખુશખબરઃ જીપીએસસી આ વર્ષે ૧,૭૫૧ જગ્યા પર ભરતી કરશે

અમદાવાદ : સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા વર્ષ ૨૦૨૫નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જીપીએસસી દ્વારા વર્ષ ૨૦૨૫માં કુલ અંદાજિત ૧૭૫૧ જગ્યા પર ભરતી કરવામાં આવશે.
સરકારી અધિકારીઓની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે. જીપીએસસી દ્વારા વર્ષ ૨૦૨૫નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ ૨૦૨૫માં ક્લાસ વન, ટૂ અને ત્રીજા વર્ગ મળીને કુલ અંદાજિત ૧૭૫૧ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે તે પરીક્ષા માટેની જાહેરાત આગામી સમયમાં આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.
જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, ત્રીજા વર્ગની ૧૬૦ જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણીપત્રક મળેલ છે, જેની જાહેરાત ટૂંક સમયમા આયોગ દ્વારા -સિદ્ધ કરવામાં આવશે. જેની પ્રાથમિક પરીક્ષા સંભવતઃ અપ્રિલ-૨૦૨૫ તથા મુખ્ય પરીક્ષા જૂન-૨૦૨૫મા યોજાશે.
આ ઉપરાંત, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-૨ (વહીવટી શાખા)ની ૩૦૦ જગ્યા પર જુલાઇ ૨૦૨૫માં ભરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેની પરીક્ષા સંભવિત રીતે નવેમ્બર મહિનામાં યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા ૨૦૨૬માં યોજાશે. જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, ત્રીજા વર્ગની ૩૨૩ જગ્યા પરની ભરતીની સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે તેની પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બર ૨૦૨૫માં યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા માર્ચ ૨૦૨૬માં જ્યારે તેના ઇન્ટરવ્યૂ જૂન ૨૦૨૬માં યોજાશે.
તે ઉપરાંત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ ની ૧૦૦ જગ્યાઓ પર ડિસેમ્બર માસમાં ભરતી જાહેર કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષકની ૩૨૩ જગ્યાઓ પર સપ્ટેમ્બર ૨૦૨૫માં ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. (૩પ.૪)
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
