તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન ફેબ્રુઆરીમાં જાણો ક્યાં દિવસ નહીં દોડે ;નોંધી લેશો તારીખ
એક તરફની મુસાફરી માટે 885 રૂપિયા ભાડું :એકતા નગર અને અમદાવાદ વચ્ચે 182 કિલોમીટરની મુસાફર દરમિયાન ટ્રેન કોઈ જગ્યાએ ઊભી નથી રહેતી.

અમદાવાદ :પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-એકતા નગર વચ્ચે ચલાવવામાં આવી રહેલી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલનું ફેબ્રુઆરી મહિનામાં પ્રસ્તાવિત (POH) મેન્ટનન્સ કાર્યને કારણે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
15,16,22 અને 23 ફેબ્રુઆરીની ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
અમદાવાદ-એકતા નગર હેરિટેડ ટ્રેન દર રવિવારે સવારે 6-10 વાગ્યાથી અમદાવાદથી રવાના થાય છે જે સવારે 9-50 વાગ્યે એકતાનગર પહોંચાડે છે. અને સાંજે 8-35 વાગ્યે આ ટ્રેન એક્તાનગરથી વળતી મુસાફરી કરીને મધરાતે બાર વાગ્યે અમદાવાદ પહોંચાડે છે. ટ્રેનમાં વિસ્ટાડોમ પ્રકારના ચાર એસી કોચ જોડવામાં આવ્યા છે. જેમાંથી 3 ચેર કાર છે અને એક રેસ્ટોરન્ટ છે. ટ્રેનનુ એન્જિન તો મોટર કોચ પ્રકારનુ છે પણ તેને સ્ટીમ એન્જિન જેવો દેખાવ આપવામાં આવ્યો છે.
એક તરફની મુસાફરી માટે 885 રૂપિયા ભાડું છે. એકતા નગર અને અમદાવાદ વચ્ચે 182 કિલોમીટરની મુસાફર દરમિયાન ટ્રેન કોઈ જગ્યાએ ઊભી નથી રહેતી
ટ્રેનની એસી રેસ્ટોરન્ટમાં 28 લોકો એક સાથે બેસી શકે તેવી સુવિધા છે. અંદર સાગના લાકડાની પેનલો લગાવવામાં આવી છે. GPS આધારિત એનાઉન્સમેન્ટ સિસ્ટમ, તેજસ ટ્રેનો જેવી સામાન રાખવાની સુવિધા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર જેવી સુવિધાઓથી આ ટ્રેનને સજ્જ કરાઈ છે.
ત્રણ ડબ્બાઓમાં 48-48 સીટો છે અને મુસાફર 28 સીટર એસી રેસ્ટોરન્ટ ડાઈનિંગ કારમાં ડાઈનિંગ ટેબલ અને બે સીટર કુશન વાળા સોફા પર બેસીને ચા અને નાસ્તાનો આનંદ ઉઠાવી શકે છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
