<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

સુરતના પુણા અને સરોલી ગામમાંથી LCBએ 63 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

ઘી સુરત સહિતના અન્ય શહેર અને જિલ્લાની દુકાનોમાં સપ્લાય થતું હતું.

સુરતના પુણા અને સરોલી ગામમાંથી મોટાપ્રમાણમાં ઘીનો ઝડપાયો જથ્થો છે. LCBએ 63 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, ગોડાઉનમાં ઘી બનાવી અલગ અલગ પેકિંગ કરાતું હોવાની માહિતી મળી હતી જેના આધારે રેડ પાડી હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ભેળસેળીયાઓ બેફામ બની ગયા હોય તેમ નકલી ઘી ઝડપાઈ રહ્યો છે. ત્યારે આ પુણા અને સરોલીમાંથી ઝડપાયેલો નકલી સુરત સહિતના અન્ય શહેર અને જિલ્લાની દુકાનોમાં સપ્લાય થતું હતું. શંકાસ્પદ ધીના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે પુણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ છે.

  થોડા દિવસ અગાઉ પાટણના ઘીવટા વિસ્તારમાં SOGએ રેડ પાડીને નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ઘરમાં જ ભેળસેળવાળુ ઘી બનાવીને વેપાર કરાતો હતો. બાતમીના આધારે SOGએ રેડ પાડી હતી. જે દરમયિના 1.66 લાખની કિંમતનું 26 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. જે મામલે 2 ઈસમો સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે જણાવીએ રાજ્યમાં અવાર નવાર નકલી ઘીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે.

   થોડા દિવસ અગાઉ સુરત જિલ્લામાંથી નકલી ઘીની ફેક્ટરી ઝ઼પાઈ હતી. ઓલપાડના માસમા ગામના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડીને નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. વીર મિલ્ક પ્રોડક્ટસ અને આર.કે.એન્ટરપ્રાઇઝમાં ફેક્ટરીમાંથી મશીનરી, ઘીનો જથ્થો, ડબ્બા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા 69 લાખનો 25 ટન જથ્થો જપ્ત કર્યો હતો.

(11:29 PM IST)