News of Wednesday, 29th January 2025
ગરુડેશ્વર તાલુકાના જંતર ગામમા આગમાં બે ઘરો બાળીને ખાખ : કપાસ અનાજ સહીત ડીજે સિસ્ટમ બળી જતા લાખોનું નુકસાન
રસ્તાના અભાવે અગ્નિશામકના પહોંચી શક્યું અને બે ભાઈઓની જમાપૂંજી વધુ બાળીને ખાખ થઇ ગયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામ જંતર સુધી જતા ત્રણ કિમી રસ્તાને કારણે અગ્નિશામક ફાયર ફાઇટરો ના પહોંચી શક્યા અંતે ગામના બે ભાઈઓની જીવનની જમા પૂંજી બાળીને ખાખ થઇ ગઈ. સ્થાનિક તંત્ર એ ત્યાં પહોંચ્યા જરૂરી કાર્યવાહી કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર જંતર ગામના જાંબલી ફળિયામાં રહેતા કનીશ ગુંજાભાઈ વસાવાની બે ગાળાનું મકાન હતું જેમાં બે ભાઈના પરિવાર રહેતા હતા. ખેતી સાથે ડીજેનું પણ આ ભાઈઓ કામ કરતા હતા, ઘરમાં ચૂલા પર દાળ ચઢાવવા મૂકી હતી અને ભાઈ બળદ બાંધવા ગયો હતો ત્યારે કદાચ તણખો લાગ્યો હોય કે બીજું કોઈ કારણ પણ અચાનક ઘરમાં આગ લાગી અને થોડીક વારમાં જ વિકરાળ આગે ઘરને લપેટમાં લઇ લીધું હતું જેમાં આખું ફળિયું ભેગું થયું પાણી છંટકાવ કર્યો પણ આગ કાબુમાં ના આવી, ત્યારબાદ કેવડિયા અગ્નિશામકમાં ફોન કરી બોલાવવામાં આવી પરંતુ આ જંતર ગામ સુધી જતા કાચા અને પહાડી રસ્તાને કારણે ફાયર ફાઈટર પહોંચી ના શક્યું અને ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. ઘરમાં રાખેલ અનાજ કપડાં વાસણ કપાસ અને મુખ્ય ડીજેનો લાખોનો સમાન હતો તે બધું બાળીને ખાખ થઇ ગયું છે. સ્થાનિક તલાટી, તંત્ર દ્વારા જરૂરી નુકસાનીનો પંચકયાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
