તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 29th January 2025
સાંકળા ચોરીનો આક્ષેપ લાગતા ૧૫ વર્ષીય કિશોરીએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના દાભવણ ગામમાં કિશોરીએ ચોરીનો આક્ષેપ લાગતા કૂવામાં કૂદી જીવનનો અંત આણ્યો હતો
મળતી માહિતી અનુસાર અરૂણાબેન મહેશભાઇ અંબાલાલભાઈ તડવી (રહે.દાભવણ તળાવ ફળિયું તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ મરનાર કિંજલબેન મહેશભાઇ તડવી (ઉ.વ.૧૫)(રહે.દાભવણ તળાવ ફળિયું તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓને ગામના બંસીભાઇ બાલુભાઇ તડવી એ પોતાની છોકરી અસ્મિતાના સાંકળા ચોરી લીધાનો આક્ષેપ કરતા છોકરીને મનમાં લાગી આવતા ઘરની નજીકમા આવેલ ઊંડા કુવાના પાણીમા ડુબી જતા તેનું મોત નિપજ્યું હતું. દેડિયાપાડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
