<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

રાષ્ટ્રીય પરેડમાં હેટ્રિક સર્જતી શ્રેષ્ઠ 'ટેબ્લો ' ટ્રોફી લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે દિલ્હી જશે

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્બ્લોએ સૌનું દિલ જીત્યું હતું .૨૦૨૩માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો' ૨૦૨૪માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લોએ બાજી મારી છે 

ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે ત્યારેરાષ્ટ્રીય પરેડમાં હેટ્રિક સર્જતી શ્રેષ્ઠ 'ટેબ્લો ' ટ્રોફી લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે દિલ્હી જશે. સમારોહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે

(9:48 PM IST)