News of Wednesday, 29th January 2025
અમદાવાદ પાસે ‘‘દુર્ગાધામ'' દ્વારા ‘‘સનાતનનો શંખનાદ'' કાર્યક્રમ યોજાશે
દરેક દિકરીઓ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરે, વિધર્મીઓ સામે રક્ષણ સહિતના મુદ્દે પ્રમુખ ભાવેશ રાજયગુરૂની આગેવાનીમાં આયોજન

રાજકોટ તા. ર૯ :.. દુર્ગાધામ વિકાસ સંસ્થાન-અમદાવાદ દ્વારા આગામી તા. ૯ ફેબ્રુઆરીના રોજ દુર્ગાધામ, અમદાવાદ - રાજકોટ હાઇ-વે, બાવળા-બગોદરા વચ્ચે વિવિધ કાર્યક્રમોનું દુર્ગાધામ વિકાસ સંસ્થાનના પ્રમુખ ભાવેશભાઇ રાજયગુરૂની આગેવાનીમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં જ્ઞાતિની સંસ્થાઓ, ધાર્મિક તેમજ સામાજીક આગેવાનો એક મંચ ઉપર આવશે. અને ‘સનાતનનો શંખનાદ' કાર્યક્રમ અંતર્ગત સૌ કોઇ સાથે મળીને ચર્ચા વિચારણા કરશે.
ગોષ્ઠિના ચર્ચાના મુખ્ય વિષયોમાં દરેક જ્ઞાતિની દીકરી પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરે તે માટે જ્ઞાતિ સંસ્કારનું આયોજન કરવા બાબત સ્વધર્મી લગ્ન કાનૂનની માંગ જેના થકી વિધર્મીઓ સામે રક્ષણ આપે તેવી કાયદાકીય વ્યવસ્થા ભારતીય લગ્ન કાનૂન અનુસાર દીકરી માટે આવશ્યક વય ૧૮ થી વધારીને ર૧ કરવી. તે અંગે ચર્ચા-વિચારણા કરાશે.
આ ઉપરાંત આંતરજ્ઞાતિય લગ્ન આજના યુગમાં વકરી રહેલો વિષય છે જેમાં જુદી જુદી જાતિના લોકો પરસ્પર લગ્નબંધનમાં જોડાય છે. આ પ્રકારના લગ્નોએ પ્રેમ અને માનવતાના દર્શન સાથે જુદી જુદી પરંપરાઓને અરસપરસ જોડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ સાથે સાથે તેમાં પડકારોનો ભંડાર પણ છે. વિવિધ જ્ઞાતિઓની પરંપરાઓ અને ધોરણોને કારણે ઘણીવાર પરિવાર, સમાજ અને જીવનશૈલીમાં વિસંગતતાના કારણે સંઘર્ષ સર્જાય છે. આ લેખમાં આંતરજ્ઞાતિય લગ્નના પડકારો પર ધ્યાન કેંદ્રિત કરીને તેના વિપરીત પરિબળોની ચર્ચા કરવામાં આવી છે.
ભારત જેવ મોટા દેશમાં ઔતિહાસિક રીતે જાતિવ્યવસ્થામાં જકડાઈને દરેક જ્ઞાતિએ પોતાનું એક અલગ સામાજિક માળખું નિર્માણ કર્યું છે. આ માળખું તેમની પરંપરાઓ, રિવાજો અને જીવનશૈલીના આધારે ઊભું થયું છે. આંતરજ્ઞાતિય લગ્ન કરતી વ્યક્તિઓ માટે આ સામાજિક માળખા એક મોટી અડચણ બની જાય છે.
આંતરજ્ઞાતિય લગ્ન ઘણીવાર કુટુંબ માટે માનસિક રીતે દબાણનું કારણ બને છે. પરિવારમાં પિતરાઈ કે માતરાઈ સંબંધો વચ્ચે અંતર અને વાંધાઓ ઊભા થાય છે. ઘણીવાર માતા-પિતાને મનમાં આ ડર રહે છે કે એવું કરવાથી સમાજમાં તેમના કુટુંબની પ્રતિષ્ઠા ઘટશે.
સમાજમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અણગમતી માન્યતાઓ હાલ પણ પ્રવર્તે છે. લોકોએ દંપતીને ઁપરંપરા તોડનારઁ અથવા ઁજ્ઞાતિનો ઘાતકીઁ તરીકે જુએ છે. આ દુષિત દ્રષ્ટિકોણ કારણે યુગલોના જીવન માટે ખૂબ તણાવમય બાબત બને છે.
આંતરજ્ઞાતિય લગ્નમાં સામેલ બંને પક્ષોની ભાષા, જીવનશૈલી અને રિવાજોમાં મોટો તફાવત જોવા મળે છે. આ સાંસ્કળતિક વિસંગતતાના કારણે દૈનિક જીવનમાં અનિચ્છિત તણાવ ઊભો થાય છે. ઉદાહરણ તરીકે, એક પક્ષના લોકો માટેના તહેવારો બીજા માટે અજાણ્યા હોય છે, જેના કારણે પરસ્પર મૈત્રીના અભાવથી પારિવારિક સંઘર્ષ ઉભો થઇ શકે છે. તેમ દુર્ગાધામ વિકાસ સંસ્થાના પ્રમુખ ભાવેશભાઇ રાજયગુરૂએ જણાવ્યું છે.
આંતરજ્ઞાતિય લગ્નમાં બંને પક્ષોમાં વિધિપ્રસંગ, આર્થિક માન્યતાઓ અને ખાનપાનમાં ભિન્નતાઓ હોય છે. લગ્ન સમારંભમાં ઊભી થતી ખર્ચની બાબતો ઘણીવાર વિવાદનું કારણ બને છે. ખાસ કરીને પારંપરિક કૌટુંબિક ઢાંચાના પાલનમાં કે જીવનશૈલીમાં તફાવતમાંથી સંઘર્ષ ઊભો થાય છે, જે સંબંધોને વધુ નબળા બનાવે છે.
આંતરજ્ઞાતિય લગ્નમાંથી જન્મેલા સંતાન માટે ઘણીવાર તેમની ઓળખ અને સામાજિક સ્વીકળતિ એક મોટો પ્રશ્ન બની જાય છે. મિશ્ર સંસ્કળતિમાં ઉછરવાના કારણે સંતાનને કોઈ જ પ્રકારનું સ્પષ્ટ સંસ્કળતિક ધોરણ પ્રાપ્ત નથી થતું. પરિણામે, તે શાળા કે સમાજમાં રહેવા અને જીવવા બાબતે માનસિક તણાવ અનુભવતા થાય છે.
આંતરજ્ઞાતિય લગ્નના પરિણામે ઉદભવતા સંઘર્ષ અને પડકારોના કારણે દંપતીના જીવનમાં સૌથી વધુ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. માતાપિતા અથવા સમાજના દબાણને કારણે પ્રેમ અને સંબંધોમાં તણાવ વધી જાય છે. કયારેક આ તણાવ એટલા ઊંડા બની જતા હોય છે, જેના કારણે સંબંધમાં તિરાડ ઊભી થાય છે અને મજબૂત વૈવાહિક બંધન તૂટે છે.
આંતરજ્ઞાતિય લગ્ન પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ અને સહનશીલતાના પ્રમાણભૂત રૂપ જેવા લાગી શકે છે, પરંતુ તેની સાથે ઘણા મોટા પડકારો પણ સામે આવે છે. આમાં સામાજિક અસ્વીકળતિથી માંડીને માનસિક તણાવ સુધીના બધા મુદ્દાનો સમાવેશ થાય છેર્.ં તેમ પ્રમુખ ભાવેશભાઇ રાજયગુરૂએ જણાવ્યું છે. વધુ વિગત માટે (મો. નં. ૯૬૬ર૩ ૪૭પ૧ર) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. તેમ વિશ્વાસભાઇ શુકલની યાદીમાં જણાવ્યું છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
