તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
આઇપીએસ બદલીઓ એક માસનો ઇન્ટરવેલ પડયો ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને બજેટ સેશનનું બહાનું મળી ગયું કે પછી બીજુ કંઇ ACB, આઇબી, સીઆઈડી ક્રાઇમ જેવા મહત્વના વડાઓની જગ્યા ખાલી પણ ગાંધીનગર અનિર્ણિત છેઃ એક સિનિયર મહિલા આઇપીએસનું નામ acb વડા તરીકે સરકારની રણનિતીમાં ફીટ બેસે છે, આઇબી વડા? સીઆઈડી ક્રાઇમ વડા અંગે શું?

રાજકોટ, તા.,૨૯: રાજ્ય પોલીસ તંત્રમાં acb, ib અને સીઆઈડી ક્રાઈમનાં વડા જેવા મહત્વના સ્થાન ખાલી છે, બીજી તરફ સીઆઈડી ક્રાઈમનાં ઇન્ચાર્જ પદ પર પણ સિનિયર જુનીયર અંગે પણ આઇપીએસ વર્તુળોમાં કાના ફુસી છે, આવા બધા સંજોગો વચ્ચે અમિતભાઈ ગુજરાત બે વખત આવ્યા પછી પણ કોઈ નિર્ણય નહીં થતાં આઇપીએસ વર્તુળોમાં નિરાશા સાથે હવે બદલી બઢતીમાં ઇન્ટરવેલ પડયો હોવાની વ્યાપક માન્યતા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને બજેટ સેશન હોવાથી સામાન્ય સંજોગોમાં પણ પોલીસ તંત્ર માટે ઉદાસીન અને આઇએએસ કે રેવન્યુ અધિકારીઓના ધડાધડ ઓર્ડર કરતું તંત્ર ચાલુ માસમાં ઓર્ડર કરે તેવી સંભાવના ધુંધળી બની છે.
ACB, આઇબી અને સીઆઈડી ક્રાઈમ કોઈ પણ સરકાર માટે સરકાર ચલાવવા જે હથિયાર હોય તે આ ત્રણ વડા હસ્તક હોય છે. એટલે ખૂબ વિશ્વાસુ હોય તો જ હથિયારનો ઉપયોગ શકય બને. જોકે હજુ સરકાર અવઢવ છે. સ્વચ્છ છબી સાથે સરકારનો વિશ્વાસ સંપાદનકરવા સાથે સરકાર ભ્રષ્ટાચારીઓ સામે સખ્ત છે, એવું લોકોને ફલિત થાય તે માટે એક મહિલા આઇપીએસનું નામ acb માટે વિચારાઈ રહ્યાનું ટોચના સૂત્રો જણાવે છે. આમ તો આઇબી માટે સેન્ટ્રલ ડેપ્યુટેશનથી ખાસ પરત બોલાવેલ છે તેવા પિયુષ પટેલ દોઢ માસથી પોસ્ટિંગ વગરના હોવાથી આ ગણિત પણ આઇપીએસ અધિકારીઓને સમજાતું નથી સીઆઈડી ક્રાઈમ વડાનો ચાર્જ આઇબી વડાને સુપ્રત કરવો કે કોઈને સ્વતંત્ર posting આપવું તે કોયડા રૂપ છે. સુરતનાં એડી સીપી ટ્રાફિક હિતેન્દ્ર ચૌધરી તથા અમદાવાદ રેન્જ વડા જે.આર. મોથલિયા આવતા માસનાં અંતે નિવળત્ત થતા હોવાથી તેમની નિવળત્તિ પછી સેટિંગ થાય તેવી સંભાવના છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
