<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

અમદાવાદને અંગદાન માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે કે.ડી. અમદાવાદ મેરેથોન ૨૦૨૫નું ટી-શર્ટ થયું લોન્‍ચ

અમદાવાદઃ કે.ડી. અમદાવાદ મેરેથોન ૨૦૨૫ના ત્રીજા એડિશનના કાઉન્‍ટડાઉનની શરૂઆત એક્‍સક્‍લૂઝિવ ટી-શર્ટના અનાવરણ સાથે થઈ હતી. સહાયક પોલીસ કમિશનર શ્રી એચ. એમ. કન્‍સાગરા દ્વારા ટી-શર્ટ લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે રેસ ડિરેક્‍ટર શ્રી રાહુલ શર્મા, રેસ મેડિકલ ડિરેક્‍ટર ડૉ. ગરીમા સાવલિયા અને એચ.પી.બી. અને લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સર્જન ડૉ. દિવાકર જૈન ઉપસ્‍થિત રહ્યા હતા. કે.ડી. અમદાવાદ મેરેથોન SheRACES અને AIMS પ્રમાણિત છે, જે આયોજન અને ભાગીદારીના શ્રેષ્ઠ માનદંડોને સુનિヘતિ કરે છે.કે.ડી. અમદાવાદ મેરેથોન - "Donate Organs, Save Lives" - કે.ડી. હોસ્‍પિટલની એક સામાજિક પહેલ છે. આ મેરેથોન માત્ર એક દોડ નથી, પરંતુ અંગદાન જાગળતિ ફેલાવીને અને દેશમાં અંગદાન કરનારાની સંખ્‍યા વધારીને સમાજમાં પરિવર્તન લાવવાનું એક સાહસ છે.  તારીખઃ ૨ ફેબ્રુઆરીના સાબરમતી રિવરફ્રન્‍ટ, અમદાવાદ ખાતે મેરેથોન યોજાયાનું યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(3:06 PM IST)